છાપી, તા.૧
વડગામ તાલુકા ના બસુ ગામે સરકાર દ્રારા ફાળવવામાં આવેલ ચર્મકુંડ ની જગ્યા ઉપર ગેરકાયદેસર કબ્જો કરવા બસુના સરપંચ સહિત ચાર ઈસમો ચરમકુંડ ની જગ્યા ઉપર પહોંચી ગાળો બોલી ચર્મકુંડ માટે બાંધેલું છાપરું તોડી નાખી સળગાવી દેતા ચકચાર મચી ગઈ હતી જોકે આ બાબતે પીડિત દલિત પરિવારે બસુ ના સરપંચ સહિત ચાર વિરુદ્ધ જાતિ અપમાનિત સહિત ની ફરિયાદ છાપી પોલીસ મથકે નોંધાવતા ચકચાર મચી ગઈ હતી
પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકા ના બસુ ગામે લેબલાપુરા ના રસ્તા ઉપર સરકાર દ્રારા વિરાભાઈ મૂળાભાઈ પરમાર ને ચરમકુંડ માટે જગ્યા ફાળવેલ હતી જ્યો ચર્મકુંડ માટે વાડો બનાવી છાપરાં બનાવ્યા હતા અને આ જગ્યાએ મરેલા ઢોરો ની છાલ ઉતારવા નું કામ કરવા માં આવતું હતું દરમિયાં આ જગ્યા પાસે અગાઉ મુમન સમાજ દ્રારા સમૂહ લગ્ન માટે વાડી બનાવવા જમીન ખરીદી હતી જેથી ચર્મકુંડ ની જગ્યા પડાવી લેવા અને જગ્યા ખાલી કરાવવા અવાર નવાર બસુ ના સરપંચ મોફિક રહીમ ચૌધરી , ઇકબાલ સુલેમાન એવરા સહિત ના લોકો ધમકીઓ આપતા હતા દરમિયાન સોમવારે વાલજીભાઈ મૂળાભાઈ પરમાર , વિરાભાઈ પરમાર અને પુત્ર દિપક રાત્રે છાપરાં માં સુવા માટે ગયેલ હતા તે દરમિયાન સરપંચ મોફિકભાઈ ચૌધરી , ઈકબાલભાઈ એવરા સહિત અન્ય બે ઈસમો પહોંચી ત્રણે જણાઓને ગાળો બોલી જાતિ અપમાનિત કરી ધોકા વડે ફટકારી છાપરું તોડી નાખી સળગાવી દઈ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી જેથી પીડિત દલિત પરિવારે બસુ સરપંચ સહિત અન્ય ત્રણ વિરુદ્ધ મંગળવારે છાપી પોલીસ મથકે મારમારવા સહિત છાપરું તોડી સળગાવી દેવા સહિત એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.