મેરઠ,તા.૩
ઉત્તરપ્રદેશ પોલીસે સોમવારે જણાવ્યું કે, ભારત બંધ વિરોધ પ્રદર્શન પાછળ મુખ્ય જવાબદાર બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના પૂર્વ સાંસદની ધરપકડ કરવામાં આવી છે. રાજયમાં થયેલ હિંસામાં બે લોકોના મોત નીપજયા હતા અને ૭૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. એસસી/એસટી એટ્રોસિટી એકટ વિરોધ સામે દલિત સમુદાય દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શનમાં ૪૪૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગૃહમંત્રી અરવિંદકુમારે જણાવ્યું કે પશ્ચિમ યુપીના કેટલાક શહેરોમાં થયેલ હિંસા પાછળના મુખ્ય સૂત્રધાર એવા બહુજન સમાજ પાર્ટીના હસ્તીનાપુરના પૂર્વ સાંસદ યોગેશની મેરઠ પોલીસે ધરપકડ કરી હતી. અહેવાલ મુજબ મેરઠ એસએસપી મંઝિલ સૈનીએ જણાવ્યું કે હિંસાઓ પાછળ યોગેશ વર્મા મુખ્ય સૂત્રધાર હોવાના તેમની પાસે પુરાવાઓ છે.