(સંવાદદાતા દ્વારા)
માંગરોળ,તા.ર૧
પીપોદરા નેશનલ હાઈવે પર ગભરાયેલા ટ્રક ચાલકે બ્રેક મારતા પાછળ ચાલતું કન્ટેનર ધડાકાભેર ભટકાતા ડ્રાઈવરને મહામહેનતે સુરક્ષિત બહાર કઢાયો હતો.
દિલ્હીમાં સંત રવિદાસ મહારાજનું મંદિર તોડી પાડવાના મુદ્દે સુરત જિલ્લામાં દલિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને બાઈક રેલી યોજી માંગરોળ મામલતદારને આવેદન પત્ર આપવા નીકળ્યા હતા ત્યારે નેશનલ હાઈવે ૪૮ પર દલિત સમાજના આગેવાનો હાથમાં ઝંડા લઈ ચક્કાજામ કરવા જતાં સર્જાયો અકસ્માત, અકસ્માત બાદ રેલી આગળ નીકળી ગઈ પરંતુ નિર્દોષ ટ્રક ચાલકને ઈજા અને ટ્રકમાં ભારે નુકસાન થવા પામ્યું હતું.