સુરેન્દ્રનગર, તા.૨
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાસે આણાના પ્રસંગમાં ભુજ કચ્છ માંથી ત્રણ મિત્રો નીકળ્યા હતા. દસાડા પાસેના વડગામ પાસે મંદિર પાસે સામેથી પુરપાટ ઝડપે આવતા છોટા હાથી જોઈને કારના ચાલકે કાર ઉપરનો કાબુ ગુમાવતા કાર છોટા હાથી સાથે અથડાયું અને પલટી મારી ગઇ હતી. અકસ્માતમાં તલાટી યુવાન અને હેલ્થ વર્કરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માતની ઘટનામાં એક શિક્ષક ઘાયલ થવા પામેલ હતા.
આ અંગેની દસાડા પોલીસ સ્ટેશન માંથી જાણવા મળતી વિગત મુજબ ગૌતમ ભાઈ સિંધવ અને નીતિનભાઈ ભગાભાઈ તેમજ ઉદયભાઇ કલાભાઈ ચાવડા કચ્છથી મારૂતિ કાર લઈને ગૌતમ ભાઈ સિંધવના દરખ ખાતે રહેતા મામા પસાભાઈ પરમાભાઇ ચાવડા ત્યાં આણાં પ્રસંગ માં આવતા હતા ત્યારે આ અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે બેના મોત અને એકને ઇજા થવા પામી હતી.