મલેશિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા, કમ્બોડિયા,બ્રુનેઇ, વિયેતનામ, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ વડા મુખ્ય મહેમાન
નવી દિલ્હી,તા. ૨૫
પ્રજાસત્તાક દિવસની આવતીકાલે ઉજવણી કરવામાં આવનાર છે. આને લઇને તમામ તૈયાર પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વખતે એક નવો ઇતિહાસ પણ રચાનાર છે. કારણ કે એક સાથે ૧૦ આસિયાન દેશના વડા ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેનાર છે. વર્ષ ૨૦૧૪માં સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે લુક ઇસ્ટ નીતિને એક્ટ ઇસ્ટ નીતિમાં ફેરફાર કરીને આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલને આગળ વધારીને આ વર્ષે પ્રજાસત્તાક દિવસે દસેય આસિયાન દેશના વડાને બોલાવવામાં આવ્યા છે. ભારતની વિદેશ નીતિ અને એશિયન દેશોની સાથે મજબુત બનતા સંબંધની દ્રષ્ટિએ આ પહેલ મહત્વપૂર્ણ છે. મલેશિયાના વડાપ્રધાન મોહમ્મદ નજીબ નિ તુન અદુલ રજક, આંગ સાન સુ ચી, સિંગાપોરના વડાપ્રધાન લી હસલીન, લુંગ, ઇન્ડોનેશિયાના વડાપ્રધાન જોકો વિડોડો, કમ્બોડિયાના વડાપ્રધાન હુન સેન, બ્રુનેઇના સુલ્તાન હાજી હસનલ, વિયતનામના વડાપ્રધાન નુઆન જુંગ ફુક , લાઓસના વડાપ્રધાન થોંગલાઉન સિસોઉલિથ અને થાઇલેન્ડના વડાપ્રધાન જનરલ પ્રયુત ચાન ઓ ચા ચીન પણ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેનાર છે. તમામ દેશો સાથે ભારતના સંબંધ દિન પ્રતિદિન વધુ મજબુત બની રહ્યા છે.
ચીફ ગેસ્ટ કોણ કોણ..

જોકો વિડોડો (ઇન્ડોનેશિયાના પ્રમુખ)
લી હસલીન લુંગ (સિંગાપોરના વડાપ્રધાન)
હુન સેન (કમ્બોડિયાના વડાપ્રધાન)
હાજી હસનલ (બ્રુનોઇના સુલ્તાન)
નુઆન જુંગ ફુક (વિયેતનામના વડાપ્રધાન)
થોંગલાઉન (લાઓસના વડાપ્રધાન)
જનરલ પ્રયુત ચાન ઓ ચા (થાઇલેન્ડના વડાપ્રધાન)
મોહમ્મદ નજીબ નિતુન અબ્દુલ રઝાક (મલેશિયન વડાપ્રધાન)
આંગ સાન સુ ચી (મ્યાનમારના કાઉન્સિલ)
રોડ્રિગો ડુટેરટે (ફિલિપાઈન્સના પ્રમુખ)