વાગરા, તા.૭
દહેજ સ્થિત પેસ્ટીસાઇડ કંપનીમાં મોડી રાતે આગ ભભૂકી ઉઠી હતી.ભીષણ આગ ને પગલે કંપનીને કરોડો નું નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.દહેજ ની અનેક કંપનીના ફાયર ટેન્ડરો એ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ હોનારતમાં કોઈજ જાનહાની નહિ થતા કંપની સત્તાધીશોએ રાહત નો દમ લીધો હતો.
દહેજ આમોદ માર્ગ પર આવેલ ખેતી ને લગતી પેસ્ટીસાઈડ પ્રોડક્ટ બનાવતી ટેગોરસ કેમિકલ ઇન્ડિયા પ્રા. લિ. ના પ્લાન્ટ ૪ માં મોડી રાતે એકાએક અચાનકઆગ લાગતા કામદારોમાં નાસભાગ મચી જવા ગઈ હતી.ઘટનાસ્થળે જી.એ.સી.એલ, એલ.એન.જી, ઓએનજીસી, ઓપાલ,રિલાયન્સ, ડી.એમ.સી, સેઝ એક અને બે ના ફાયર ફાઈટરના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી કલાકોની ભારે જેહમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો.આગ કાબુમાં આવી જતા સ્થાનિકો, કંપની સંચાલકો અને વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.કંપનીના પ્લાન્ટ ચારમાં મોટરની કપ્લીન તૂટીને બાજુમાં રહેલ મિથેનોલની ટેન્ક પર પડતા ઘર્ષણ થવાથી આગ લાગી હોવાનું કંપની સંચાલકોએ જણાવ્યુ હતુ. કંપનીની નાઈટ શીપમાં ૬૫ જેટલા કામદારો કામ કરી રહ્યા હતા.જો કે સદનસીબે કોઈ જાનહાની નહિ થતા કંપની કારભારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.કંપનીનો પ્લાન્ટ આગની ઝપેટ માં આવતા કરોડો નું નુકશાન થયાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.