વાગરા, તા.ર૧
દહેજ જી.આઈ.ડી.સી. માં આવેલ ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દ્વારા એમ્પ્લોયી વેલફેર અંતર્ગત દરેક કર્મચારીઓને ઈમ્યુનિટી બુસ્ટઅપ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.કંપની સંચાલકોએ ર્ઝ્રદૃૈઙ્ઘ-૧૯ જેવા રોગ સામે લડવા તેમના પરિવાર ની રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય એ હેતુસર ઇમ્યુનિટી બુસ્ટઅપ કીટ નું વિતરણ કર્યું હતુ. કંપનીના યુનિટ હેડ સનાથ કુમાર તેમજ ડૉ. સુનિલ ભટ્ટ ના હસ્તે કંપની કર્મીઓ ને કીટ આપવામાં આવી હતી.આ પ્રસંગે કંપનીના એચ.આર એન્ડ એડમીન હેડ ડો. સુનિલ ભટ્ટે જણાવ્યુ હતુ કે કંપનીએ નિરંતર કોવિડ મહામારી દરમ્યાન કર્મચારીઓની હેલ્થની સંભાળ માટે વિવિધ પગલાંઓ લીધા છે. સૌની એક પરિવાર ની જેમ કાળજી લીધી છે.તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ૧૪૫૦ જેટલા કર્મીઓને ઈમ્યુનિટી બુસ્ટઅપ કીટ આપવામાં આવી છે. ઇમ્યુનિટી કીટમાં ઉકાળો બનાવવાનો પાવડર, ચ્યવનપ્રાશ તથા ફેસ માસ્કનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(તસવીર : સૈયદ અમજદ, વાગરા)