(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.૪
વાગરા તાલુકામાં આવેલી દહેજ જીઆઈઠીસીની એક કંપનીમાં લાગેલી આગમાં આજે વધુ બે કામદારોનાં મોત નીપજ્યા છે. આમ કુલ મૃત્યુઆંક ૧૦ પર પહોંચતા અધિકારીઓએ કંપનીને કલોઝર નોટીસ ફટકારી દઈ તપાસ શરૂ કરી છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ સેઝ ૨માં આવેલી કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં લગભગ ૨૦૦થી પણ વધુ લોકો પ્લાન્ટમાં હતા તે દરમિયાન આગ લાગવાની તેમજ પ્લાન્ટ ભસ્મીભૂત થવા સહી આજુબાજુની કંપનીઓમાં પણ બોઇલર ફાટવાના કારણે કંપનીમાં આગની દુર્ઘટનામાં ૧૦ લોકોના મોત થયા છે જ્યારે ૭૨થી વધુ લોકો ઘાયલ થતાં તેઓને જિલ્લાની તેમજ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે, કંપનીમાં આજે સવારે કોઈક ટેન્કમાં ફરી આગ લાગતા ફાયર ફાઈટર અને વહીવટી તંત્ર દોડતું થયું હતું અને ગણતરીના કલાકોમાં આગને કાબુમાં લીધી હતી જો કે, આ ઘટના બાદ આટલી મોટી જીઆઇડીસી હોવા છતાં નજીકમાં એક પણ મોટી હોસ્પિટલ નહી હોવાથી ઘાયલ કામદારોની હાલત દયનીય બની ગઇ હતી જ્યારે કે આજે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ હેલ્થ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ઘટના સ્થળે ગયા હતા જેમાં કંપનીને તાત્કાલિક ક્લોઝર આપી દેવામાં આવ્યું હતું ત્યારે ગામ લોકો અને કામદારો આલમમાં એવી ચર્ચા છે કે, કંપનીને અપાયેલી ક્લોઝરએ અધિકારીઓનું ડહાપણ છે મૃતક કામદારોના પરિવારજનોને પણ લાખો રૂપિયાનું વળતર મળે તેવી માગણી કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે, આગામી દિવસોમાં જિલ્લાનું વહીવટીતંત્ર આ મામલે કામદારોને યોગ્ય વળતર અને ન્યાય અપાવે છે કે નહીં.