(એજન્સી) ઇદલિબ, તા.૧૧
દાઈશની શંકાસ્પદ બ્રિટન અને યુરોપિયન મહિલાઓ સીરિયાના ઉત્તર પૂર્વના અટકાયતી કેન્દ્રમાંથી સ્મગલર થઇ ભાગી ગઈ. મોટાભાગની મહિલાઓએ ઓનલાઈન ફંડ મેળવ્યું હતું. દાઈશોની સોશિયલ મીડિયાની ઓનલાઈન સાઈટ મુજબ શંકાસ્પદ અથવા ત્રાસવાદી ગ્રુપ સાથે સંબંધ ધરાવતી મહિલાઓને મુક્ત કરાવવા માટે ફંડ ઓનલાઈન મેળવવામાં આવ્યું હતું.
એક વીડિયોમાં ઇદલિબમાં એક બ્રિટનની મહિલા મરિયમ અલ-બ્રિટાનિયા દર્શાવાઈ રહી છે જે દાવો કરે છે કે, ઇસ્લામિક સ્ટેટમાંથી કેમ્પસમાં મોકલી આપ્યા પછી ત્યાં રહેવું મારા જીવનના સૌથી ખરાબ દિવસો છે, એમણે સહાનુભૂતિ ધરાવતા લોકોને દાન આપવા વિનંતી કરતા કહ્યું કે, જો તમે અમને મુક્ત કરાવશો તો અમે તમારા અહેસાનમંદ રહીશું. દાન આપી મદદ કરી અમને બહાર કાઢો. જે કેમ્પોમાંથી તેઓ બહાર આવવા માંગે છે એમાં કુખ્યાત કેમ્પ અલ-હવલ પણ છે. આ કેમ્પો કુર્દીશની આગેવાની ધરાવતા સીરિયન ડેમોક્રેટિક ફોર્સ અને વાય.પી.જી. ત્રાસવાદીઓના નિયંત્રણ હેઠળ છે જેઓએ પૂર્વ દાઈશ લડવૈયાઓના હજારો કુટુંબીજનોને ગોંધી રાખ્યા છે. આ કેમ્પોમાં રહેનારાઓ વિદેશીઓ છે જેમાં બ્રિટનની ઘણી બધી મહિલાઓ છે જેઓ ત્રાસવાદી ગ્રુપ સાથે જોડાવવા માટે સીરિયા ભાગી આવી હતી. એ ઉપરાંત જર્મની, ફ્રાંસની મહિલાઓ પણ છે જેઓ દાન આપવા વિનંતી કરતી દેખાઈ આવે છે. આ કેમ્પોમાંથી ભાગવા ઈચ્છતી મહિલાઓ પાસેથી દાણચોરો લગભગ ૧૨૦૦૦ પાઉન્ડ લે છે. મોટાભાગે આ રકમ તેઓ ઓનલાઈન જ બીટ કોઈન અથવા પે-પલ દ્વારા જ લે છે. માનવ અધિકાર સંસ્થાઓ દ્વારા અમેરિકા, ઈંગ્લેન્ડ અને અન્ય દેશોને એમની મહિલાઓને પરત બોલાવવા વિનંતીઓ કરાઈ હોવા છતાંય તેઓ એમણે પાછા બોલાવવા તૈયાર નથી. તેઓ કહે છે કે જો આ મહિલાઓ પછી ફરશે તો સુરક્ષાના જોખમો ઊભા થશે.