(એજન્સી) તા.પ
દાઈશે મંગળવારે વિયેનામાં થયેલા ઘાતક હુમલો કરવા માટેની જવાબદારી સ્વીકારી હતી. અમક સમાચાર એજન્સી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં એક ફોટો અને વીડિયો સાથે બંદૂકધારીને દર્શાવવામાં આવ્યો હતો. ટેલિગ્રામ પર પ્રકાશિત થયેલી આ તસવીરમાં એક દાઢીવાળો માણસ જેની ઓળખ અબુદુજાના અલ-અલબાની તરીકે કરાઈ હતી. તેને દેખાડવામાં આવ્યો હતો. સાથેના નિવેદનમાં કહેવાયું હતું કે તેણે સોમવારે સેન્ટ્રલ વિયેનામાં જનતા પર પિસ્તોલથી હુમલો કર્યો હતો અને મશીનગનથી પણ હુમલો કર્યા પછી પોલીસે ગોળી મારી તેની હત્યા કરી નાખી હતી. ફોટોમાં અલ્બાનીના હાથમાં એક પિસ્તોલ, મશીનગન, અને છરો ઉઠાવેલો દેખાય છે અને આંગળીમાં રિંગ પહેરેલી દેખાય છે. જેની ઉપર ‘મોહમ્મદ (સ.અ.વ.) અલ્લાહના રસુલ છે’’ એવા વાક્યની મહોર દેખાય છે. આ હુમલાની થોડી મિનિટો પછી અમકે એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં અલ્બાની દાઈશના નેતા અબુ ઈબ્રાહિમ અલ-હાશ્મી અલ-કુરેશીની પ્રતિજ્ઞા લે છે. વીડિયોમાં તે અરબીમાં વાત કરતો દેખાય છે. ઓસ્ટ્રિયાના સત્તાવાળાઓએ હુમલાખોરને કુજતીમ ફેજઝુલાઈ તરીકે ઓખળી કાઢ્યો હતો. જે ઓસ્ટ્રિયા અને ઉત્તર મેસેડોનિયાનો દ્વિ નાગરિક છે જેને દાઈશ સાથે જોડાવવા માટે સીરિયા તરફ મુસાફરી કરવાના પ્રયાસ બદલ ર૦૧૯ એપ્રિલમાં રર મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી હતી. બંદૂકધારી જેણે જાહેર જનતા પર ગોળીબાર શરૂ કર્યો હતો. પોલીસ દ્વારા થોડીક જ મિનિટોમાં મારી નખાયો હતો. એક વર્ષથી પણ ઓછા સમય અગાઉ તેને જેલમાંથી મુક્ત કરાયો હતો.
Recent Comments