(એજન્સી) દેવબંદ, તા.૧૯
દારૂલ ઉલુમ દેવબંદે એક ફતવો બહાર પાડી આ વર્ષે ઈદની નમાઝ ઘરે પઢવાનું કહ્યું હતું. કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન વચ્ચે આ ફતવો બહાર પાડવામાં આવ્યો હતો. દારૂલ ઉલુમના પ્રવક્તા અશરફ ઉસ્માનીએ કહ્યું હતું કે, એક પ્રશ્નના જવાબમાં આ ફતવો બહાર પાડવામાં આવ્યો હતો. આ ફતવામાં કહેવામાં આવ્યું હતું કે, હાલના સમયમાં જેવી રીતે શુક્રવારની નમાઝ પઢવામાં આવે છે તેવી જ રીતે ઈદની નમાઝ પઢવામાં આવે. લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારના ધાર્મિક મેળાવડાઓ પર પ્રતિબંધ યથાવત છે.