(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૧૬
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ અને અંતરિયાળ વિસ્તારમાંથી રાજ્યમાં વિદેશી દારૂ ઘૂસાડાતો અટકાવવા સઘન ચેકિંગ હાથ ધરાતા ધુળેટા ગામ નજીક નાકાબંધી જોઈ જીઈબી (ગેટકો) લખેલી બોલેરો કારનો ચાલક કાર રોડ મૂકી ફરાર થઈ જતા પોલીસે બોલેરોજીપમાં તલાશી લેતા પાછળની સીટમાં સંતાડેલ વિદેશી દારૂ અને બીયરના ટીન નંગ-૩૪૮ કિં.રૂા.૮૭,૬૦૦/- તથા બોલેરો જીપ કિં.રૂા.૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂા.૫,૮૭,૬૦૦/-નો જથ્થો જપ્ત કરી ફરાર જીપચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મેઘરજ પીએસઆઈ રાઠોડે બાતમીના આધારે અઢોડિયા ગામ નજીકથી બાતમીના આધારે રાજસ્થાનમાંથી બાઈક પર કંતાનના કોથળામાં સંતાડીને લવાતો પ્રિન્સ દેશી મદિરાના ક્વાંટરિયા નંગ-૧૯૨ કિં.રૂા.૧૯,૨૦૦/- અને વિદેશી દારૂના ક્વાંટરિયા નંગ-૪૦ કિં.રૂા.૬૦૦૦/-નો જપ્ત કરી સુરેશ પ્રતાપ પગી નામના બુટલેગરની ધરપકડ કરી બાઈક કિં.રૂા.૩૫,૦૦૦/- મળી કુલ રૂા.૬૦,૨૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડી બાઈક પાછળ બેઠેલ શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.