(સંવાદદાતા દ્વારા) દાહોદ, તા.૨૯
વાહનની ક્ષમતા કરતા વધુ પડતી ઝડપ અને ચાલકની બેદરકારીના કારણે જિલ્લાના દાહોદ તાલુકામાં બે તથા બારીયા તાલુકામાં એક મળી માર્ગ અકસ્માતના બનેલા ત્રણ બનાવોમાં પાંચથી છ જણાને ઈજાઓ થયાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બનેલા ત્રણ બનાવો પૈકીનો બનાવ દે.બારીયા તાલુકાના ડાંગરીયા ગામે બનવા પામ્યો હતો. જેમાં એક વાહન ચાલક તેના કબ્જાની જીજે ર૦ એ એફ રપ૮૧ નંબરની એક્ટીવા ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી સામેથી પગપાળા જઈ રહેલા લીમખેડા તાલુકાના દૂધીયા ગામના તળાવ ફળીયાના સુરેખાબેન પીઠાયા, રમેશભાઈ કેશવાભાઈ પીઠાયા તથા તેમની સાથેના અન્ય બે જણાને નાની-મોટી ઈજાઓ પહોંચાડી નાસી ગયો હતો. આ સંબંધે દે.બારીયા પોલીસે એક્ટીવા ગાડીના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવ દાહોદ તાલુકાના સારસી ગામે જેમાં એક ફોરવ્હીલ વાહન ચાલકે તેના કબ્જાની જીજે ૦૧ ડી એક્સ ૬૬પ૮ નંબરની ઈન્ડીગો સીએસ ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી મોટી સારસી ગામની બજરંગ સોસાયટીમાં રહેતા દયાશંકર રાજદેવ ચોબેની જીજે ર૦ ક્યુ ૧ર૩૧ નંબરની એક્ટીવા ગાડીને જાશભેર ટક્કર મારી નાસી જતા એક્ટીવા ગાડી પરથી ફંગોળાઈને રોડ પર પટકાયેલા દયાશંકરઈજાઓ થવા પામી હતી. આ સંબંધે પોલીસે ગાડીના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ત્રીજા બનાવ દાહોદ તાલુકાના વરમખેડા ગામે ટ્રેક્ટર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મોટર સાયકલને ટક્કર મારી ગાડીને નુકશાન પહોંચાડી ડીસ્કવર મોટર સાયકલ ચાલક ચંદ્રસિંહ ગણાવાને ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી નાસી ગયો હતો. આ સંબંધે પોલીસે ટ્રેક્ટરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ જિલ્લામાં અકસ્માતનાં ત્રણ બનાવમાં છ વ્યક્તિને ઈજા

Recent Comments