દાહોદ, તા.૪
દાહોદમાં આજે એક સાથે પાંચ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થતાં શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આજના પાંચ પોઝીટીવ કેસોમાં એક મહિલા સહિત પાંચ જણા જાણવા મળ્યું છે. હવે દાહોદમાં કુલ ૪૨ કેસો પૈકી ૧૦ એક્ટીવ કેસ રહેવા પામ્યા છે. આજે ૮૭ સેમ્પલોના રિપોર્ટ આવ્યા હતા અને જેમાંથી આ પાંચ પોઝીટીવ આવ્યા છે.
સતત ત્રીજા દિવસે એટલે કે તારીખ ૨ જુનથી થી આજે ૪ જુનના સમયગાળા દરમ્યાન એક પછી એક કોરોના પોઝીટીવનો આંકાડો વધતા આરોગ્ય તંત્ર સમેત જિલ્લા વહીવટી તંત્રમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આજે એક સાથે કુલ ૫ કોરોના દર્દીઓ સામે આવતા ખાસ કરીને આરોગ્ય તંત્રમાં દોડધામોના દ્રશ્યો સર્જાયા હતા.