દાહોદ, તા.૯
દાહોદ જિલ્લામાં આજરોજ સાગમટે કોરોના પોઝિટિવના ૧૩ કેસો નોંધાવા પામતા આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર સહીત નગરજનોમાં ચિંતાનો માહોલની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.જ્યારે આરોગ્ય વિભાગમાં રીતસરના દોડધામના દૃશ્યો સર્જાયા હતા. વધુ જાણવા મળ્યા મુજબ આરોગ્ય વિભાગ દ્વારા ૧૬૫ જેટલાં સેમ્પલો કલેક્ટ કરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેમનો રિપોર્ટ આજરોજ આવતા ૧૬૫ લોકોના સેમ્પલો પૈકી ૧૫૨ લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા.જ્યારે સતત પાંચમા દિવસે સાગમટે ૧૩ જેટલાં કોરોના પોઝિટિવના દર્દીઓ નોંધાવા પામતા છેલ્લા પાંચ દિવસમાં કોરોના પોઝિટિવના ૫૩ દર્દીઓનો ઉમેરો થતાં હાલ ૫૮ એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. દાહોદ જિલ્લામાં કોરોના મહામારીએ શહેર સહીત જિલ્લામાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનની સાથે વરવું રૂપ ધારણ કરતા દાહોદ જિલ્લાની પરિસ્થિતિ દિન પ્રતિદિન વણસતી જઈ રહી છે.તેમાંય દાહોદ શહેરમાં તો ડબગરવાડ તેમજ લઘુમતી વિસ્તાર એવા ઘાંચીવાડમાં પરિસ્થિતિ વધુ વણસતી જોવા મળી રહી છે. દાહોદ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં ૫૩ જેટલાં કોરોના પોઝિટિવ કેસો નોંધવા પામ્યા છે. ૧૩ કેસો સાથે દાહોદ શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૧૧ કેસો નોંધાવવા પામ્યા છે.જે પૈકી ૪૮ લોકો કોરોનામુક્ત થઇ જતા હાલ ૫૩ એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જ્યારે કુલ ત્રણ લોકોના કોરોનાથી મોત થયા હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે.આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ કોરોના સંક્રમિત આવેલા દર્દીઓની કામગીરીમાં જોતરાઈ ગઈ છે.જોકે હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના રહેઠાણ સહીત આસપાસના વિસ્તારોમાં સૅનેટાઇઝ સહીત દવાના છટકાવની કામગીરી પણ કરવામાં આવી રહી છે.