(સંવાદદાતા દ્વારા)
દાહોદ, તા. ૨૧
દાહોદ જિલ્લામાં ૪ પીઆઇ તેમજ ૯ પીએસઆઇઓની વહીવટી કારણોસર બદલીઓ કરી હોવાનું પોલીસસૂત્રો તરફથી જાણવા મળેલ છે. જિલ્લા પોલીસવડા હિતેશ જોયસરે જિલ્લામાં ૪ પીઆઇ તેમજ ૯ પીએસ આઈ સહીત ૧૩ પોલીસ અધિકારીઓની વહીવટી કારણોસર આંતરિક બદલીઓનો ગંજીફો ચીપ્યો છે. ત્યારે પોલીસતંત્ર થયેલી આંતરિક બદલીઓની વાત કરીએ તો દાહોદ રૂરલ પોલીસ મથકના પી.આઇ.બી.બી. બેગડીયાની દે.બારીયા સર્કલ પો. ઇન્સ. તરીકે બદલી કરાઈ છે. દે. બારીયા સર્કલ પો.ઈન્સ. આર.એફ.બારીયાની ઝાલોદ સર્કલ પો.ઈન્સ તરીકે બદલી કરાઈ છે. લીમડી પોલીસ મથકના પી.આઇ કે.જે. ઝાલાને દાહોદ એલ.આઈ.બી શાખામાં બદલી કરાઈ છે. જ્યારે દાહોદ એલ.આઈ.બી શાખાના પી.આઈ એચ.પી. કરેણની દાહોદ સર્કલ પો.ઈન્સ.માં બદલી કરાઈ છે. દાહોદ જિલ્લામાં ૯ પીએસઆઈની આંતરિક બદલીની વાત કરીએ ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ એ.એ. રાઠવાની દેવગઢબારિયા ખાતે બદલી કરાઈ છે. રણધીકપુરના પી.એસ.આઈ પી.કે.જાદવની ગરબાડા પીએસઆઈ તરીકે બદલી કરાઈ છે. રીડર ટુ એસપીના પી.એસ.આઈ પી.બી.જાદવ લીમડી પીએસઆઈ તરીકે બદલી કરાઈ છે. લિવ રિઝર્વમાં મુકાયેલા પી.એસ.આઇ.આર.ડી.ડામોરને દાહોદ રૂરલ પોલીસ મથકમાં બદલી કરાઈ છે. જ્યારે દાહોદ રૂરલ પોલીસ મથકના સેકન્ડ પી.એસ.આઇ.એ.એન.પરમારને ફસ્ટ પીએસઆઈ તરીકે મૂક્યા છે. લીવ રિઝર્વમાં મુકાયેલા પી.એસ.આઇ જી.બી.રાઠવાને સાગટાલા પીએસઆઈ તરીકે બદલી કરાઈ છે. લીવ રિઝર્વમાં મુકાયેલી પી.એસ.આઇ શ્રીમતી ડી.જે.પ્રજાપતિને રણધીકપુર પોલીસ મથકના પીએસઆઈ તરીકે બદલી કરાઈ છે. જ્યારે સાગટાળા પોલીસ મથકના પી.એસ.આઇ.એ.ડી.પુવારની દાહોદ ટાઉન પોલીસ મથકમાં બદલી કરાઈ છે.