દાહોદ, તા.૧પ
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે બનેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં એક વ્યક્તિનું મોત નીપજ્યાનું જ્યારે બે વ્યક્તિઓને ઈજાઓ થયાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના પુસરી ગામે બનવા પામ્યો હતો જેમાં એક ક્રુઝર ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ક્રુઝર ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તે ચાલતા જતાં દાહોદ તાલુકાના પુસરી ગામે માવી ફળિયામાં રહેતા ગોદરાભાઈ મડીયાભાઈ ભાભોર તથા અગાભાઈ હિંમતભાઈ ગુંડીયાને અડફેટમાં લઈ જાશભેર ટક્કર મારી નાસી જતાં ગોદરભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ જ્યારે અગાભાઈ હિમચંદભાઈ ગુંડીયાને પણ કપાળના ભાગે તથા જમણા હાથે ઈજાઓ થતાં આ સંબંધે દાહોદ તાલુકાના પુસરી ગામે માવી ફળિયામાં રહેતા કાસિયાભાઈ મડીયાભાઈ ભાભોરે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામે બનવા પામ્યો હતો જેમાં એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી હંકારી લાવી રસ્તે ચાલતા જતાં કાળીડુંગરી ગામે ઝેર ફળિયામાં રહેતા રાજેશકુમાર ફતેસીંહ પટેલને અડફેટમાં લઈ ટક્કર મારતાં રાજેશકુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી અને જેને પગલે તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હત જ્યારે ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી સ્થળ પર મુકી નાસી ગયો હતો. આ સંબંધે દેવગઢ બારીઆ તાલુકાના કાળી ડુંગરી ગામે ઝોરા ફળિયામાં રહેતા વિનોદભાઈ છગનભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.