દાહોદ, તા.૭
દાહોદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોના વિસ્ફોટ થતાં શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.દાહોદ જિલ્લામાં આજરોજ સાગમટે કોરોના પોઝિટિવના ૬ કેસો નોંધાવા પામ્યા છે.જે પૈકી એકલા ૫ કેસ શહેરના ઘાંચીવાડ વિસ્તારમાંથી આવતા આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર સહીત નગરજનોમાં ચિંતાનો માહોલની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. વધુ જાણવા મળ્યા મુજબ આરોગ્ય વિભાગ દ્વારા ૧૪૪ જેટલાં સેમ્પલો કલેક્ટ કરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેમનો રિપોર્ટ આજરોજ આવતા ૧૪૪ લોકોના સેમ્પલો પૈકી ૧૩૮ લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા.જ્યારે સતત ત્રીજા દિવસે સાગમટે ૬ લોકો કોરોના પોઝિટિવ નોંધાવા પામતા શહેરીજનોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જ્યારે આજરોજ ૬ પોઝિટિવ કેસો સહિત કુલ ૨૮ એક્ટિવ કેસો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.