દાહોદ, તા.ર૩
ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં બુટલેગરો, ખેપિયાઓ તેમજ દારૂની હેરાફેરી કરતા તત્ત્વો બેફામ બન્યા છે અને આગામી હોળી જેવા તહેવારને ધ્યાન રાખી દાહોદ જિલ્લા પોલીસ તંત્ર સફાળે જાગી જતા જિલ્લા કુલ ૪ જુદી જુદી જગ્યાએ પ્રોહિ. રેડ પાડી કુલ રૂા.૬,૮૯,પ૭રના વિદેશી દારૂના જથ્થા સાથે બે મોટરસાયકલ અને એક પીકઅપ ગાડી સાથે ૬ જણાની અટક કરી છે.
દાહોદ જિલ્લાના પ્રોહીના બનેલા પાંચ બનાવો પૈકીનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના વરોડ ગામે પોલીસની નાકાબંધી દરમ્યાન ગત તા.ર૦/ર/૧૮ની મોડી રાત્રે પોલીસ નાકાબંધી કરી આવતા જતા નાના-મોટી વાહનોની તલાસી હાથ ધરી હતી. તે સમયે ત્યાં ચંદીગઢ તરફથી આવતી એક પીકઅપ ગાડી ઊભી રાખી હતી. તેમાં બેઠેલ ચાલક સહિત બે જણાની પૂછપરછ કરતા તેઓએ પોતાનું નામ વેદપાલ દયાનંદ જાટ ે (બંને રહે.રાજસ્થાન) જણાવ્યું હતું. પોલીસે ગાડીની તલાસી લેતા વિદેશી દારૂની પેટીઓ નંગ.૧ર૧ જેમાં કુલ બોટલો નંગ ૧૬૩ર કિંમત રૂા.પ,૮૯,૬૭ર સાથે ઉપરોક્ત બંને ઈસમોની અટક કરી વધુ પૂછપરછ હાથ ધરતા અજય પાલ નામક ઈસમના મોબાઈલ પર સતત તેઓ સંપર્કમાં રહેતા હતા. આ સંબંધે લીમડી પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂદ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામેથી દેહધા ગામે રહેતા કરણભાઈ હીમલાભાઈ દેહદા અને રમસુભાઈ ઝીથરાભાઈ દેહદા બંને એક મોટરસાયકલ પર વિદેશી દારૂની બોટલ નંગ-૩૩પ કિંમત રૂા.ર૬,૩૦૦ લઈ જતા હતા. તે બંનેની ગરબાડા પોલીસે અટક કરી.
ત્રીજા બનાવમાં ઝરીબુઝર્ગ ગામે ભુરિયા કૂવા પાસેથી બોરખેડા ગામનો પરેશભાઈ રમણભાઈ ભુરિયા અને નવાનગરનો દિનેશભાઈ માવસીંગભાઈ ભુરિયા બંને જણા મોટરસાયકલ પર વિદેશી દારૂની બોટલ નંગ-૪૮ કિંમત રૂા.ર૪૦૦ લઈ જતા હતા. તે બંને ઈસમોની અટક કરી તપાસ હાથ ધરી છે.
ચોથા બનાવમાં દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ગામે ટોલનાકા પાસે ગતરોજ એક હોન્ડા સિટી ગાડીનો ચાલક પોલીસને જોઈ પોતાના કબજાનું વાહન સ્થળ પર મૂકી નાસી ગયો હતો. તેની તલાસી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લિશ દારૂની બોટલો નંગ-ર૧૪ કિંમત રૂા.૭૧,ર૦૦ સાથે ગાડી જપ્ત કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
દાહોદ પંથકમાં ચાર ઠેકાણેથી ૬.૮૯ લાખનો દારૂ ઝડપાયો

Recent Comments