(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧ર
ભારતના દિગ્ગજ લેગ સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણનબરોડા ક્રિકેટ એસોસિએશનદ્વારા તમામ વય જૂથોના સ્પિનરોને તાલીમ આપવા માટેના ખાસ આમંત્રણપર બરોડા પહોંચ્યા છે. આ તાલીમાર્થીઓની પસંદગી બીસીએ દ્વારા તેમની પ્રતિભા અને ભૂતકાળના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. બીસીએ મેનેજમેન્ટ તેની સ્પિન બોલરોની ગુણવત્તા સુધારવા, તેમની પ્રતિભાને સન્માનિત કરવા અને તેમને આ સ્પર્ધાત્મક ક્રિકેટિંગ વાતાવરણમાં શ્રેષ્ઠ પરિણામ આપવા માટે તેમની મદદ લઇ રહ્યું છે. લક્ષમણ શિવરામકૃષ્ણન આગામી ૧૦ દિવસ વડોદરામાં રોકાશે. તેમજ બધા સ્પિન બોલરોનું નિરીક્ષણ કરશે, તેમને માર્ગદર્શન આપશે અને બોલરોની અસરકારકતામાં સુધારણા માટે સુધારાત્મક પગલાં સૂચવશે.