ડીસા, તા.૬
દિયોદર હાઇવે ઉપરથી એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. હાલ તો સ્થાનિકો કાતિલ ઠંડીમાં ઠુંઠવાયાથી મોત થયાનું માની રહ્યા છે. હાઇવે પર યુવકની લાશ મળી હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે
બનાસકાંઠા જીલ્લાના દિયોદર-ખીમાણા બસ સ્ટેન્ડ પર સોમવારે વહેલી સવારે એક આશાસ્પદ યુવકની લાશ મળી આવી છે. જાહેર સ્થળ ઉપર યુવકની લાશ પડી હોવાનું માલુમ પડતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો મૃતક યુવક દિયોદર તાલુકાના રૈયા ગામનો અલ્પેશ રામાભાઇ ચૌધરી હોવાનું જણાવી રહ્યા છે. આ મામલે પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.