દિગ્ગજ અભિનેતા યુસુફ ખાન ઉર્ફે દિલિપ કુમારના નિધન પર માત્ર ફિલ્મ જગતે જ નહીં પરંતુ દેશના ટોચના રાજનેતાઓએ પણ શોક પ્રગટ કર્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સુરક્ષા મંત્રીરાજનાથ સિંહ ઉપરાંત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ પોતાના ટિ્વટર એકાઉન્ટ પરથી સદીના મહાન નાયકને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન મોદીએ દિલિપ સાબના નિધન પર ટિ્વટર શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું કે, દિલિપ જીના નિધન પર હું શોક વ્યક્ત કરૂં છું. તેમનું જવું આપણી સાંસ્કૃતિક દુનિયા માટે મોટું નુકસાન છે. તેમને અદ્વિતિય પ્રતિભાનું આશિર્વાદ પ્રાપ્ત હતું જેના કારણએ પેઢીઓ સુધી દર્શક મંત્રમુગ્ધ હતા. તેમને સિનેમાના લિજેન્ડ તરીકે યાદ કરવામા આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દિલિપ કુમારને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે, દિલિપ સાબે પોતાની અંદર ઉભરી રહેલા ભારતના ઇતિહાસને સંક્ષેપમાં પ્રસ્તુત કર્યો છે. તેઓ દેશના દિલમાં હંમેશા રહેશે. રાહુલ ગાંધીએ સંવેદના વ્યક્ત કરતાં ટિ્વટર પર લખ્યું કે, દિલિપ કુમારજીના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના છે. ભારતીય સિનેમામાં તેમના અસાધારણ યોગદાનને આવનારી પેઢીઓ સુધી યાદ રાખશે.
દિલિપ સાબ ભારતના દિલમાં હંમેશ માટે જીવંત રહેશે : રાષ્ટ્રપતિ, પીએમ મોદીએ સિનેમાના લિજેન્ડ તરીકે યાદ કર્યા

Recent Comments