મહુવા,તા.૭
ફિલ્મ અભિનેતા દિલીપકુમારના નિધન પર ભાવભીની શ્રદ્ધાંજલિ આપતા મોરારીબાપુએ કહ્યું હતું કે, વ્યક્તિગત રીતે મારા માટે આદરણીય અને પરમ સ્નેહી દિલીપકુમાર સાહેબ શતાયુ થતાં આપણી વચ્ચેથી વિદાય થયા એ સમાચાર આજે સવારે સાંભળવા મળ્યા. વ્યક્તિગત મુલાકાતોમાં પરોક્ષ કે અપરોક્ષ રીતે એમની ઈન્સાનિયત અને એમના સદભાવથી હું પરિચિત રહ્યો છું. ચલચિત્ર જગતના એક મહાન ચરિત્ર નાયકને મારી હૃદયની શ્રદ્ધાંજલિ. એમના નિર્વાણને મારા પ્રણામ. આદરણીય સાયરાજીની સેવાને પણ સલામ કરૂં છું.
Recent Comments