અમદાવાદ, તા.૭
દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં કોરોના વાયરસ પરીક્ષણમાં અમદાવાદ સ્ટેશન પર ૨૦ મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પૈકીના ૧૮ મુસાફરોની તપાસ દરમિયાન કોરોનાના ચિહ્‌નો જોવા મળ્યા નથી. છતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો કુલ ૨૦ મુસાફરોમાંથી બે ૭૦ વર્ષથી વધુ ઉંમરના હોવાથી તેમને લાઈફ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બાકીનાઓને ક્વોરન્ટાઈન સેન્ટરમાં મોકલી સંપર્ક ટ્રેસિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ તમામ મુસાફરો એક જ કોચના હોવાનું પણ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલમાં અનલોક ૪.૦ અંતર્ગત રાજધાની સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. તેવામાં આ મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવતા તેમને કોરોના પોઝિટિવ જણાઈ આવ્યો છે. સમાચાર મળતાની સાથે તંત્ર દોડતું થઈ ગયું છે. દરમિયાન રાજધાનીના ૨૦માંથી ૧૮ પેસેન્જરો લક્ષણો વિનાના પોઝિટિવ હોવાથી તેમને સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે.