(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૦
દિલ્હી લઘુમતી પંચે સ્વાસ્થ્ય વિભાગ સમક્ષ માગણી કરી છે કે, દિલ્હીના કોવિડ-૧૯ સંદર્ભના રોજના સમાચાર બુલેટીનમાં તબ્લીગી જમાત કાર્યક્રમના કેસોનો વિશેષથી જુદી રીતે ઉલ્લેખ નહીં કરે.
પંચના અધ્યક્ષ ડૉ.ઝફરૂલ-ઇસ્લામ ખાને દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટર/સચિવને પત્ર લખી જણાવ્યું છે કે, “તમારા કોરોના વાયરસના સમાચાર બુલેટીનોમાં મરકઝ મસ્જિદના પીડિતોને જુદી રીતે વર્ગીકૃત કરી દર્શાવાય છે. આ પ્રકારનું વિચારવિહીન વર્ગીકરણ ઇસ્લામો ફોબિયા એજન્ડાને પ્રોત્સાહિત કરે છે અને હિન્દુત્વબળો સહેલાઇથી મુસ્લિમો તરફ નફરત ફેલાવવા પ્રેરાય છે અને એમની ઉપર દેશભરમાં હુમલાઓ પણ કરી રહ્યા છે જેના પરિણામે અમુક વિસ્તારોમાં મુસ્લિમો ઉપર હુમલાઓ પણ થયા છે, એમનું બહિષ્કાર કરવા પ્રચાર કરવામાં આવી રહ્યું છે. ઉત્તર દિલ્હીના હરેવાલી ગામમાં એક મુસ્લિમ છોકરાનું લિન્ચિંગ પણ કરાયું હતું અને અન્યો ઉપર હુમલાઓ કરવામાં આવ્યા હતા.
પંચે વધુમાં કહ્યું છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝેશને આ ઘટનાઓની નોંધ લીધી છે જેમાંડાયરેક્ટર માઈકરિયાને ૬ એપ્રિલે કહ્યું હતું કે, કોઈ પણ દેશ કોરોના વાયરસ બીમારીને કોઈપણ ધર્મ સાથે નહીં જોડે. દિલ્હીમાં કોરોના વાયરસના ૫૧ કેસો વધ્યા છે આ સાથે કુલ કેસોની સંખ્યા ૭૨૦ થઇ છે. ૭૨૦ કેસોમાંથી ૪૩૦ કેસો તબ્લીગી જમાતના લોકો સાથે જોડાયેલ છે. જેઓએ ગયા મહિને નિઝામુદ્દનમાં યોજાયેલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
દિલ્હીના કોવિડ-૧૯ના સમાચાર બુલેટીનમાં “મરકઝ મસ્જિદ”નું જુદી રીતે વર્ગીકરણ કરવું “વિચારવિહીન” : લઘુમતી સંસ્થા

Recent Comments