કૃષિ કાયદા વિરૂદ્ધ દેશમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોના આંદોલનને ચોમેરથી સમર્થન મળી રહ્યું છે. અનેક રાજ્યના ખેડૂતો, અગ્રણીઓ દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને સમર્થન આપી રહ્યા છે. આજે કોંગ્રેસ દ્વારા સાબરમતી ગાંધી આશ્રમથી સુભાષબ્રિજ કલેક્ટર ઓફિસ સુધી કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થન માટે રેલી કરવાનું આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા સાબરમતી ગાંધી આશ્રમ ખાતે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન વેળા પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
Recent Comments