મુસ્તફાબાદમાં મુખ્ય માર્ગ ઉપર બ્રિજપુરીમાં આવેલ મસ્જિદને બાળવામાં આવી.

ઉત્તર પૂર્વ દિલ્હીની શાળાને બુધવારે બંધ રાખવા કહેવાયું.

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હાજી યુનુસે જણાવ્યું કે, મુસ્તફાબાદ વિસ્તારમાં લગભગ ૧૦થી ૧૧ વ્યક્તિઓએ પોતાનો જીવ આ હિંસામાં ગુમાવ્યો છે. ર૬મી ફેબ્રુઆરીએ આજે મુસ્તફાબાદ વિસ્તારમાં શાંતિ જણાઈ રહી છે પણ એના એક દિવસ પહેલાં અહીં થયેલ હિંસાના પુરાવાઓ હજી જીવંત છે. પત્રકારે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. મુસ્તફાબાદના મુખ્ય રસ્તા ઉપર ભયંકર હિંસા થઈ હતી. જે બ્રિજપુરી વિસ્તારમાંથી થઈને જાય છે. બ્રિજપુરીમાં તોફાનીઓએ એક શાળાને બાળી નાંખી હતી. શાળા પાસેથી પસાર થતાં રોડ ઉપર આવેલ મસ્જિદને લગભગ રાત્રે ૮ઃ૦૦ વાગે બાળી નાંખવામાં આવી હતી. નિવાસીઓએ જણાવ્યું હતું કે, પ્રાર્થના કરી રહેલ વ્યક્તિઓ ઉપર ટોળાએ હુમલો કર્યો હતો.