(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
ઉત્તરપૂર્વ દિલ્હીના કોમી રમખાણોનો મૃત્યુઆંક વધીને ૪૨ થઇ ગયો છે. માર્યા ગયેલા ૪૨ લોકોમાંથી ૩૦ને ઓળખી પાડવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી તેમની વિગતો એકત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. રમખાણોમાં માર્યા ગયેલાઓમાંથી ઓળખી પાડવામાં આવેલા ૩૦ લોકોમાં મજૂરો, કાયદો અમલી બનાવનારાઓ, દાદીઓ અને આઇએએસ બનવાની મહત્વાકાંક્ષા ધરાવનારાઓ, વેપારીઓ, ઓટોરિક્ષા ડ્રાઇવરો, માર્કેટિંગ પ્રોફેશનલ્સ અને પોલીસવાળાઓનો સમાવેશ થાય છે. મૃતકોમાં ઘણા તો તેમના પરિવાર માટે એક માત્ર કમાનાર અને કેટલાકના તો તાજેતરમાં જ પરણેલાઓનો સમાવેશ થાય છે. કેટલાકને તો તેમના ઘરની નજીક જ હુમલાખોરો કે હિંસાખોરો દ્વારા મારી નાખવામાં આવ્યા હતા.