(એજન્સી) નવી દિલ્હી,તા.૨૭
દેશની રાજધાનીમાં કોરોનાના કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો આવ્યો છે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૫ હજારને પાર પહોંચી ગઇ છે. રાજધાનીમાં કોરોનાના કેસ વધીને ૧૫૨૫૭ થઇ ગયાં છે. ગત ૨૪ કલાકમાં ૭૯૨ નવા કેસ સામે આવ્યાં. આ ૨૪ કલાકમાં અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. દિલ્હીમાં કુલ ૩૦૩ લોકોનું કોરોનાના કારણે મોત થયું છે. સાથે જ દિલ્હીમાં ગત ૨૪ કલાકમાં ૩૧૦ દર્દીઓ સ્વસ્થ થયાં છે. સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા હવે ૭૨૬૪ થઇ ગઇ છે. હાલ દિલ્હીમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા ૭૬૯૦ છે. દિલ્હી પોલીસમાં કોરોના સંક્રમણ હવે થોભવાનું નામ નથી લઇ રહ્યું. અત્યાર સુધી ૨૫૦થી વધુ પોલીસકર્મી તેની ઝપેટમાં આવી ચુક્યા છે. તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે હવે કોરોના લક્ષિણી દિલ્હીના માલવીય નગર સ્ટેશન સુધી પહોંચી ગયો છે. અહીં ૧૦-૧૧ પોલીસકર્મી સંક્રમિત થતાં જાણે કે હડકંપ મચી ગયો છે.
દિલ્હીમાં ચાંદની મહેલ સ્ટેશન બાદ માલવીય નગર બીજુ એવુ સ્ટેશન છે જ્યાં ૧૦-૧૧ પોલીસકર્મી એકસાથે કોરોના સંક્રમિત થયા છે. જો કે તેની પહેલાં કોરોનાનો કોહરામ દિલ્હી પોલીસના અશોક વિહાર પોલીસ કોલોનીમાં મચી ચુક્યો છે. અહીં હજુ પણ તમામ કોરોના સંક્રમિત હોમ ક્વોરન્ટાઇન થયા છે. આ સાથેે દિલ્હીમાં મોતનાં આકડાઓને લઈ વિવાદ ઉભોે થયો છે, સ્વાસ્થ મંત્રાલયન અને દિલ્હી સરકાર મુજબ જેટલા મોત નોધાયા છે એનાથી બમણા મોતના કેસો સ્મશાન અને દફનનાં આંકડાઓ બતાવે છે. એના લઈ આપ સરકાર સવાલોના ઘેરામાં આવી ગઈ છે. એપ્રિલમાં પ્રથમ તફાવત આવ્યો હતો. મે મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં, જ્યારે દિલ્હી સરકારે એવું મનાવ્યું હતું કે મૃત્યુઆંકડાની સત્તાવાર સંખ્યા ૬૮ છે, ત્યારે નિગમબોધ ઘાટ અને પંજાબી બાગના સ્મશાનગૃહમાં સ્મશાન વિધિ અને “કોવિડ પ્રોટોકોલ” મુજબ આઇટીઓ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવેલા કુલ આંકડા ૩૧૪ હતા. મૃત્યુઆંક પર ડેટા દમનના આરોપો લગાવ્યા પછી, દિલ્હીના મુખ્ય સચિવે સિવિડ-૧૯થી મૃત્યુની અન્ડર-રિર્પોટિંગ સ્વીકાર્યું હતું.
દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધુ ૭૯૨ કેસો નોંધાયા, કુલ આંકડો ૧૫,૨૫૭ થયો

Recent Comments