(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩
સોશિયલ મીડિયા પર કેરી લૂંટવાનાઓે એક વીડિયો ખૂબ વાયરલ જ થઈ રહ્યો છે. આ વીડિયો દિલ્હીના શાહદરા જિલ્લાના જગતપુરી વિસ્તારના એક માર્કેટનો છે. આ વીડિયોમાં કેટલાક લોકો બંને હાથોમાં કેરી લઈને ભાગતા જોવા મળી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે, ફળ વેચનાર ગરીબ મુસ્લિમ વ્યકિત અને કેટલાક રિક્ષાવાળાઓ વચ્ચે ઝાડ નીચે છાંયામાં ઊભા રહવાને લઈ ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ છોટે નામનો ફળવાળો પોતાની ફળોની લારી આગળ લઈ ગયો પરંતુ કેટલીક ફળોની પેટી ત્યાં જ રહી ગઈ. ફળનો વેપારી જ્યારે ત્યાંથી દૂર ગયો કે ડઝનબંધ રસ્તે જતા લોકો, રિક્ષા ચાલક અને બસોમાં મુસાફરી કરી રહેલા લોકોએ ઉતરીને કેરીઓ લૂંટી લીધી અને ત્યાંથી ભાગી ગયા. છોટેના નાના ભાઈ આરિફ ખાને જણાવ્યુ કે, તેમનો પરિવાર કૃષ્ણા નગરની પાસે રહે છે અને વર્ષોથી ફળો અને શાકભાજી વેચે છે. આ વર્ષ એમ પણ મુશ્કેલ રહ્યુ એવામાં આ લૂટે અમને વધારે મુશ્કેલીમાં નાખી દીધા છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે સ્કૂટર, મોટરસાઇકલ ચલાવનારા લોકોએ પોતાની હેલ્મેટમાં પણ કેરી ભરી લીધી. કેટલાક લોકોએ તો પોતાના ઓળખીતાઓને પણ આ લૂંટમાં ભાગીદાર બનવા માટે બોલાવી દીધા. આ મામલામાં વીડિયો પોલીસના ધ્યાનમાં આવ્યો છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે ફળના વેપારી તરફથી પોલીસને કોઈ ફરિયાદ નથી કરવામાં આવી. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. એક પ્રત્યક્ષદર્શી દ્વારા આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો જેમાં લોકોએ મફતમાં થતી લૂંટને જોઈ. વીડિયોમાં સ્પષ્ટ દેખય છે કે લૂંટની આ ઘટનાથી વિસ્તારમાં ટ્રાફિકજામ જેવી સ્થિતિ ઊભી થઈ હતી.ી