(એજન્સી) તા.૨૬
દિલ્હીમાં જૂન મહિનામાં ૩૦૩ પ્રવાસી કામદારોમાં હાથ ધરવામાં આવેલા ટેલિફોનીક સર્વે દ્વારા એવો ઘટસ્ફોટ થયો છે કે તેમાંના મોટાભાગના કામદારોને લોકડાઉન દરમિયાન કોઇ આવક ઉપલબ્ધ ન હતી. આ ઉપરાંત વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ જાહેર કરવામાં આવેલ રાહતના પગલાઓ પણ તેમના સુધી પહોચ્યાં ન હતા. રૂા.૫૦૦ની રોકડ સહાય જેઓ પીએમ જનધન ખાતા ધરાવતાં હતાં તેમને પણ પહોચી ન હતી. વિનામૂલ્યે ગેસ સિલીન્ડર માત્ર ગણ્યાં ગાંઠ્યાં જૂજ કાદારોને જ મળ્યાં હતાં.એ જ રીતે વિનામૂલ્યે રેશન પણ કેટલાક કામદારો માટે પોકળ પૂરવાર થયું હતુ.જે લોકો દિલ્હીમાં જ રહ્યાં હતાં એ કામદારોને સરકાર એનજીઓ દ્વારા પીરસવામાં આવતી રસોઇ પર જ નિર્વાહ કરવો પડતો હતો. આમાંના મોટાભાગના કામદોરોએ ટકી રહેવા માટે નાણા ઉછીના લેવા પડ્યાં હતાં. જૂનમાં હાથ ધરવામાં આવેલ સર્વેમાં જાણવા મળ્યું છે કે ૧૬૬ કામદારો (૫૫ ટકા) હજુ સુધી તેમના વતન પહોચ્યાં નથી અને જો સ્થિતિ નહીં સુધરે તો તેમાંના ૩૯ કામદારો જેમ બને તેમ જલ્દી પોતાના વતન જવા માગે છે. તેના વતન જવા માગે છે. અણધાર્યુ લોકડાઉન અને તેની સમયાવધી, કામકાજ ઠપ થઈ જતાં અને આવકના અભાવે ઘણા કામદારોને તેમના વતન જવાની ફરજ પડી હતી.૧૩૮ કામદારો ટ્રેન, ખાનગી બસ, ટ્રકો, કાર અને ટેમ્પો દ્વારા પોતાના વતન પહોચ્યાં હતાં.એક પરિવાર મોટરસાયકલ દ્વારા પોતાના વતન ગયું હતુ. ૧૩૮માંથી ૪૧ જેટલા કામદારોેએ કબુલ્યું હતું કે સરકાર દ્વારા પ્રવાસ વ્યવસ્થા ગોઠવાવામાં આવી હતી.અન્યોને ભારે કિંતમ ચૂંકવવી પડી હતી. ૧૧૮ કામદારોએ (૩૮ ટકા) જણાવ્યું હતું કે એપ્રીલ અને મે મહિનામાં તેમને વિનામૂલ્યેે કોઇ રેશન પ્રાપ્ત થયું ન હતું. માત્ર ૧૮ ટકા કામદારોને (૩૦૩માંથી ૫૪) જનધન ખાતામાં રોકડ સહાય મળી હતી. માત્ર ૩૫ કામદારોને (૧૧.૫ ટકા) વિનામૂલ્યે ગેસ સિલીન્ડર લોકડાઉન દરમિયાન મળ્યું હતું. મોટાભાગના કામદારો અસુરક્ષા અનુભવી રહ્યાં છે અને તેના પોતાના ભવિષ્ય અંગે તેમને ડર છે. આ કામદારોએ એવી માગણી કરી છે કે વધુ અસરકારક પગલાઓ સરકારે તેમના માટેે ભરવા જોઇએ.
Recent Comments