(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (એઆઈએમઆઈએમ)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ દિલ્હીમાં ચાર દિવસોથી ચાલી રહેલી હિંસાને નરસંહારનો કરાર આપ્યો છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેને સાંપ્રદાયિક રમખણો ન કહી શકાય. આ એક પૂર્વાયોજિત નરસંહાર છે. આ આપણને ગુજરાત ર૦૦રની યાદ અપાવે છે. પરંતુ ભગવાન ન કરે આ તે જ રીતે આગળ વધે. જે રીતે ભાજપ સરકાર મૌન છે. અને કંઈ પણ કાર્યવાહી નથી કરી રહી, તેને જોતાં લાગે છે કે, આ એક પૂર્વાયોજિત નરસંહાર છે.
ઓવૈસીએ વધુમાં કહ્યું કે મેં કાલે જ એક નિવેદન આપ્યું હતું કે દિલ્હીમાં રમખાણો અટકાવવા માટે સેનાને બોલાવવામાં આવે. દિલ્હી પોલીસ રમખાણોને અટકાવી શકશે નહીં, કારણ કે તે આ તમામ ઘટનાઓમાં ગુનેગાર છે. દિલ્હી પોલીસ આ લોકોને પ્રોત્સાહન આપી રહી છે. પોલીસ જ લોકો પર પથ્થરમારો કરી રહી છે. પોલીસ રમખાણો કરનારાઓ સાથે સંડોવાયેલી છે. તો આખરે આ બધું કેવી રીતે અટકશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ભારતની રાજધાનીમાં થઈ રહેલી રમખાણોને ગૃહમંત્રાલય પણ અટકાવી શકતું નથી. ભાજપાએ આજે નફરત ફેલાવી દીધી છે અને જેઓ વર્દીમાં છે, તેમના મગજમાં પણ નફરત ફેલાવી દેવામાં આવી છે. જે લોકો આજે મૃત્યુ પામ્યા છે. તેમના માટે ભાજપા જવાબદાર છે. શા માટે વડાપ્રધાન નથી કહેતા કે દેશમાં રહેવું છે તો માત્ર ભારતના નાગરિક બનીને રહેવું છે.
દિલ્હીમાં સાંપ્રદાયિક રમખાણ નહીં, પૂર્વાયોજિત નરસંહાર છે : ઓવૈસી

Recent Comments