(એજન્સી) નવી દિલ્હી, તા.૬
મંગળવારે સવારે જી.ટી.કર્નલ રોડ પર બોલાચાલી બાદ ૪૩ વર્ષીય કોંગ્રેસ સેવા દળના કાર્યકર્તા અજાણ્યા શખ્સ દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આરોપી જે બેફામ રીતે વાહન હાંકી રહ્યો હતો. તેણે ભાલસ્વા ફલાયઓવર નજીક મૃતકને છાતીમાં ગોળી મારી હતી. અસલમખાન, ડેપ્યુટી પોલીસ કમિશનર (ઉ.પ્ર.-પશ્ચિમ)એ જણાવ્યું કે, મૃતકની ઓળખ વિનોદ મેહરા તરીકે થઈ છે જે દિલ્હીની ગીતા કોલોનીમાં પોતાના પરિવાર સાથે રહે છે. સ્થાનિય બિલ્ડર મેહરા છેલ્લા ૬ વર્ષથી દિલ્હી કોંગ્રેસ સેવા દળમાં સેવા આપી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, તેમને રાહદારી દ્વારા રાત્રે રઃપ૩ વાગે ઘટના અંગે માહિતી મળતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘાયલ મેહરાને પરમાનંદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યારે તેમના કુટુંબીજનોનું કહેવું છે કે, તેઓ મેહરાને હોસ્પિટલ પોતાના વાહનમાં લઈ ગયા હતા અને તિમરપુર પોલીસ ચોકી રોકાઈ મદદ માંગી હતી. મેહરાના પિતા મંગલ રામે દાવો કર્યો છે કે પોલીસે તેમને જાતે હોસ્પિટલ પહોંચવાનું કહેતા મેહરાની કાર તેમના ૧૬ વર્ષીય ભત્રીજાએ હાંકી હતી. પોલીસે આપેલ માહિતી મુજબ વિનોદ મેહરા ઘરેથી જી.ટી.કર્નલ રોડ પર એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા નીકળ્યા હતા ત્યાંથી પરત ફરતી વેળા બેફામ વાહન હંકારી રહેલા વ્યક્તિ સાથે બોલાચાલી થઈ હતી. બન્ને વાહનો ભાલસ્વા ફલાયઓવર પર થોભ્યા હતા અને અન્ય વાહનચાલકે મેહરાને ગોળી મારી હત્યા કરી હતી.