(એજન્સી) તા.૨૫
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે પોલીસકર્મી મસ્જિદના ઈમામને એમ કહી રહ્યાં છે કે તેઓ મસ્જિદોમાં અઝાન ન આપે. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલને આ આદેશ છે. જોકે આ મામલે દિલ્હી પોલીસે કહ્યું કે ઉપરાજ્યપાલે આવો કોઈ આદેશ આપ્યો નથી.
જોકે બીજી બાજુ દિલ્હી પોલીસે લોકોને અપીલ કરી હતી કે તેઓ કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને લૉકડાઉનને કારણે ઘરોમાં જ નમાઝ પઢવાનું રાખે અને કોઈ એક જગ્યાએ મોટી સંખ્યામાં એકઠાં ન થાય. પોલીસે આ મામલો ટિ્વટર હેન્ડલ ઉપર પણ પોસ્ટ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે રમઝાન મહિનાનો પ્રથમ રોઝો થઈ ચૂક્યો છે. તમામ મુસ્લિમ ભાઈઓ આ મહિનામાં નમાઝ પઢે છે અને રોઝા રાખે છે. દિલ્હી પોલીસે કહ્યું કે અમને આશા છે કે તમામ લોકો લૉકડાઉનના નિયમોનું પાલન કરશે. તેઓ એનજીટીની ગાઈડલાઇનને અનુરૂપ જ આગળ વધશે. તેમણે કહ્યું કે લોકો સહરી અને નમાઝ બંને ઘરે જ કરે. આપણે બધાએ કોરોના વાયરસ વિરુદ્ધ એકજૂટ થઈને જ લડવું પડશે. ઉલ્લેખનીય છે કે ગુરુવાર-શુક્રવારની રાત્રિ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેમાં એક વાગ્યાના સુમારે આવેલો આ વીડિયો મિલ્લી ગેઝેટ નામના વેરીફાઈડ યૂજરે અપલોડ કર્યો હતો. તેમાં લેફ.ગર્નર, દિલ્હી પોલીસ અને ડીસીપી વેસ્ટ દિલ્હીને પણ ટેગ કરાયા હતા. તેમાં બે પોલીસકર્મી અઝાન પર પ્રતિબંધ મૂકાયાની માહિતી આપી રહ્યા હતા અને તેઓ મસ્જિદના ઇમામને અઝાન ન આપવા કહી રહ્યા હતા. આ વીડિયોમાં અમુક મહિલાઓ પણ દેખાતી હતી. તેમાં પોલીસને આદેશ બતાવવા પણ કહેવાયું.
દિલ્હી પોલીસની સ્પષ્ટતા : અઝાન પર પ્રતિબંધ નથી મૂક્યો, કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકોને ઘરે જ નમાઝ પઢવા સલાહ

Recent Comments