દિલ્હી પોલીસના વિશેષ સેલે ૨૪ ડિસેમ્બરે દિલ્હીના નિઝામુદ્દીન પૂર્વ વિસ્તારમાં વકીલ
મેહમૂદ પ્રાચાની ઓફિસ પર દરોડો પાડ્યો હતો.

(એજન્સી) નવી દિલ્હી,તા.ર૬
વકીલ મહેમૂદ પ્રાચાની ઓફિસમાં ૧૫ કલાકની સઘન શોધખોળ છતાં પોલીસ કોઈ ગેરરીતિજનક દસ્તાવેજ શોધવામાં નિષ્ફળ રહી હતી, ત્યારે પ્રાચા અને તેના સાથીઓ પર શોધ ટીમના સભ્યોને તેમની સત્તાવાર ફરજ બજાવતા રોકવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવતા તેઓએ નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. પ્રાચાએ આરોપ લગાવ્યો હતો કે એક પોલીસવાળા ત્યાગીએ પોતાને તપાસ અધિકારી ર્(ૈંં) બતાવીને ૫ કલાક સુધી શોધખોળ કરી હતી. સર્ચ ટીમે તેમને ધક્કા માર્યા હતા અને જો તે પોતાની વિરુદ્ધના પુરાવા રજૂ નહીં કરે તો તેની લીગલ પ્રેક્ટિસને બગાડવાની ધમકી પણ આપી હતી. શોધ ટીમે બદલામાં, પ્રાચાના કથિત “આક્રમક અને અપમાનજનક વર્તન” અંગે નિઝામુદ્દીન પોલીસમાં ફરિયાદ નોંધાવી અને આ મામલે “યોગ્ય કાર્યવાહી” કરવાની માંગ કરી.
શોધ ઓપરેશનની પૃષ્ઠભૂમિ
સર્ચ ઓપરેશનની પૃષ્ઠભૂમિનો ખુલાસો કરતાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સ્પેશિયલ સેલ) મનિષિ ચંદ્રાએ એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રાચા ઉપર હ્લૈંઇ “જામીનની કાર્યવાહી દરમિયાન કોર્ટ સમક્ષ ખોટા/બનાવટી પુરાવા અને બનાવટી નોટરી સ્ટેમ્પ ધરાવતા દસ્તાવેજોના ઉપયોગ” સાથે સંબંધિત છે. ચંદ્રાએ કહ્યું કે સ્પેશિયલ સેલને આ હ્લૈંઇના સંબંધમાં એડવોકેટની કચેરીની શોધ કરવા માટે સર્ચ વોરંટ મળ્યું હતું. ચંદ્રાએ દાવો કર્યો હતો કે પ્રાચાએ દલીલો કરીને અને બહાના બતાવીને પ્રતિકાર કર્યો હતો. ચંદ્રાએ પોતાના નિવેદનમાં પ્રાચા પર “આક્રમક અને વર્તનમાં અપમાનજનક” હોવાનો આરોપ લગાવ્યો હતો.
દિલ્હી હુલ્લડોના અસલ માસ્ટરમાઈન્ડને ખુલ્લો પાડવામાં આવશે : પ્રાચા
પ્રાચાએ શુક્રવારે એક ટિ્‌વટમાં જણાવ્યું હતું કે, “દિલ્હી પોલીસ ટીમ મારા બધા ઓફિસ કમ્પ્યુટર્સની અને બાથરૂમ સહિતની જગ્યાઓની ૧૫ કલાક સતત ચકાસણી કરી રવાના થઈ હતી પણ કંઇ ન મળ્યું હોવાથી હતાશ થઈને તેઓએ મારા અને મારા સાથીઓ પર હુમલો કર્યો હતો. જો દિલ્હી પોલીસ અદાલતના આદેશ મુજબ કરાયેલી દરોડાની વિડિઓ રેકોર્ડિંગનો નાશ ન કરે, તો ઉત્તર પૂર્વ દિલ્હીની હિંસાના વાસ્તવિક માસ્ટરમાઇન્ડ્‌સ સામે આવી જશે. મને વારંવાર જ્ર અમિતશાહના નામથી ધમકી આપવામાં આવી હતી. સાહેબ. હું તે બધા લોકોનો આભાર માનું છું જેમણે મને ટેકો આપ્યો. હું વચન આપું છું કે આપણે આપણા મિશન બંધારણ બચાવોમાં પાછળ નહીં પડીએ. જય ભીમ જય ભારત.” પ્રાચા, જાણીતા એડવોકેટ છે, જે ઘણાં તોફાનોનો ભોગ બનેલા લોકોના કેસ લડી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો કહે છે કે પ્રાચાની રમખાણોને લઈને અને તેમની તપાસ દરમિયાન દિલ્હી પોલીસની ખુલ્લી ટીકાથી દિલ્હી પોલીસના કેટલાક તત્વો અને શાસક પક્ષના રાજકારણીઓ નારાજ થયા હોય તેમ જણાય છે અને દરોડા આ બધી બાબતોનું જ પરિણામ હોવાનું લાગી રહ્યું છે.