(એજન્સી) નવી દિલ્હી,તા.ર૧
દિલ્હી પોલીસ રાષ્ટ્રીય રાજધાનીની અંદર શાંતિપૂર્ણ અને લોકશાહી રીતે થતા વિરોધ પ્રદર્શન માટે કેમ ડરે છે ? શુક્રવારે, દિલ્હી પોલીસે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ રજુઆતો કરી હતી કે, કોવિડ-૧૯ રોગચાળા વચ્ચે પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે તે રહેણાંક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનની છૂટ આપી શકશે નહીં.
આપના ધારાસભ્યો દ્વારા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન યોજવાની માંગ કરતી હાઈકોર્ટમાં કરેલી અરજીના જવાબમાં આ રજૂઆતો કરવામાં આવી હતી.
દિલ્હી પોલીસ તરફથી હાજર રહેલા એડવોકેટ ગૌતમ નારાયણે કહ્યું કે જંતર-મંતર અને રામલીલા ગ્રાઉન્ડ-વિરોધ માટે ફક્ત નિયુક્ત સ્થળો છે અને બીજા કોઈ પણ વિસ્તારમાં વિરોધની મંજૂરી આપી શકાતી નથી. રાષ્ટ્રીય રાજધાનીમાં રાજકીય પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરતી દિલ્હી પોલીસની દલીલોમાં તર્ક નથી. જ્યારે મોલ, રેલવે સ્ટેશનો, એરપોર્ટ, મેટ્રો રેલ અને બજારો સહિતના તમામ જાહેર સ્થળો ખોલવામાં આવ્યા છે અને લોકોને ત્યાં જવાની છૂટ આપવામાં આવી છે, ત્યારે પોલીસ આ બંને સ્થળો સિવાય અન્ય સ્થળો પર વિરોધ પ્રદર્શનોની પરવાનગી કેમ આપતી નથી. અને જો લોકો બજારો, મોલ્સ, મેટ્રો ટ્રેનો અને જાહેર અને ખાનગી પરિવહનના ઉપયોગ દ્વારા કોવિડ-૧૯ ફેલાઇ શકતો નથી, તો અમુક રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનમાં લોકોના ભેગા થવાથી રોગચાળો કઈ રીતે ફેલાઇ શકે છે. એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે પોલીસ તેમના રાજકીય આકાઓના ઈશારે કાર્યવાહી કરી રહી છે જે રાષ્ટ્રીય રાજધાનીની અંદર વિરોધ પ્રદર્શન કરવાની માંગ કરતા ખેડૂતોથી ડરી રહી છે. અને તેથી, કેન્દ્રમાં શાસક પક્ષના હિતને નુકસાન પહોંચાડે તેવા મોટા પાયે વિરોધને રોકવા માટે પોલીસ કોવિડ-૧૯ની સૂચનાઓ અને પ્રોટોકોલની મદદ લઈ રહી છે. લોકોની માંગણીઓના સમર્થનમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન યોજવાના લોકોના લોકશાહી અધિકારને રોકવામાં દિલ્હી પોલીસે કરેલી કાર્યવાહી ગેરબંધારણીય છે, તે તેના બેવડા ધોરણને પણ પ્રતિબિંબિત કરે છે કારણ કે તે જ સમયે તેઓ લોકોને બજારો, મોલ્સ અને અન્ય સ્થાનો પર મુલાકાત લેવાની મંજૂરી આપી રહ્યા છે. સરકારને એ ડર પણ છે કે જો લોકોના ભેગા થવા પરનો પ્રતિબંધ હટાવવામાં આવે તો નાગરિકતા વિરોધી સુધારો અધિનિયમ (ઝ્રછછ) આંદોલન ફરીથી શરૂ થશે. આઝાદી બાદ ભારતે તેના ઇતિહાસની સૌથી મોટી જાહેર ચળવળ જોઇ જ્યારે મુસ્લિમ મહિલાઓએ દેશભરમાં નાગરિકતા વિરોધી સુધારો કાયદો (ઝ્રછછ) વિરુદ્ધ પ્રદર્શન શરૂ કર્યુ, જેમાં દિલ્હીનું શાહીન બાગ એ ઝ્રછછ વિરોધી વિરોધપ્રદર્શનનું કેન્દ્ર બન્યું.
તેથી, કોવિડ-૧૯ નોટિફિકેશનનો ઉપયોગ કરીને, કેન્દ્ર સરકાર હેઠળની દિલ્હી પોલીસે રાજધાનીમાં અસંમતિ અને લોકશાહી રીતે વિરોધની જગ્યાને મર્યાદિત કરી છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે વિશ્વભરમાં જાણીતી ભારતની છબી નીચે લાવી છે.
– સૈયદ ખાલીક અહેમદ
(સૌ. : ઈન્ડિયા ટુમોરા)