(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે દિલ્હી સરકારને તેની અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી છે. દિલ્હી સરકારે ઓડ ઈવન યોજનામાંથી મહિલાઓ અને દ્વિચક્રી વાહનોને મુક્તિ આપવાની માંગણી કરી છે જેને ફગાવી દેતા એનજીટીએ દિલ્હી સરકારને કહ્યું કે તે તેની અરજી પાછી ખેંચી શકે છે. દિલ્હી સરકાર ફરી વાર અરજી દાખલ કરશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે. શનિવારે એનજીટીએ ઓડ ઈવન યોજનામાંથી મહિલાઓ અને દ્વિચક્રી વાહનોને છૂટ આપવાનો ઈન્કાર કરી દીધો છે. મંગળવારની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે કોઈ વાદ-વિવાદ નહીં થાય તેની ખાતરી આપો. દિલ્હી સરકાર સમગ્ર દિલ્હીમાં પાણીનો છંટકાવ કરે ૪-૬ કલાક બાદ નિષ્ણાંતો દ્વારા મોનીટર કરવામાં આવે અને તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. એનજીટીના વાંધા-વચકાની વચ્ચે દિલ્હી સરકારે ઓડ ઈવન યોજનાને રદ કરી નાખી હતી. સરકારી સૂત્રે કહ્યું કે શા માટે સવારના સમયમાંકોઈ પ્રતિનિધિ હાજર નહોતો. પેપરા તૈયાર નહોતા. ત્યાર બાદ આખરે સરકારે બપોરના ૨ પછી કોર્ટમાં કાગળો રજૂ કર્યાં હતા. ૧૦.૩૦ ૩ ની આસપાસ જ્યારે સુનાવણી શરૂ થઈ ત્યારે એનજીટીએ દિલ્હી સરકારની ગેરહાજરી પર સવાલ ઉઠાવ્યો. કોર્ટે કહ્યું કે ઓડ ઈવન યોજનાને લાગુ પાડવા માટે દિલ્હી સરકારે કોઈ રિવ્યુ પીટીશન દાખલ કરી નથી. જો એનજીટી દિલ્હી સરકારની પુનઃવિચારણાની અરજીનો સ્વીકાર કરે તો દિલ્હી સરકાર મંગળવારથી ઓડ ઈવન યોજના ફરી વાર લાગુ પાડી શકે છે. દિલ્હી સરકારના સૂત્રોના જણાવ્યાનુસાર, ઓડ ઈવન દરમિયાન દ્વિચક્રી વાહનો પર પ્રતિબંધ મૂકવાને કારણે લગભગ ૩૫ લાખ મુસાફરોનો વધારો બોજો વધી જશે જેને માટે સરકાર પાસે કોઈ તંત્ર નથી. આ પહેલા એનજીટીએ તેના આદેશમાં કહ્યું હતું કે વીઆઈપી, દ્વિચક્રિ વાહનો અને મહિલાઓને ઓડ ઈવન દરમિયાન છૂટ નહીં આપવામાં આવે. જોકે ઈમરજન્સી ગાડીઓ, ફાયર બ્રિગેડ,કચરો ઉઠાવનાર ગાડીઓને છૂટછાટ આપવામાં આવી હતી.