(એજન્સી) તા.૯
મહમૂદ પ્રાચા અને કોલિન ગોંસાલ્વિસ સહિત મુખ્ય વકીલોએ દિલ્હી તોફાનોની તપાસમાં ગેરકાયદે ગતિવિધિ અધિનિયમ (યુએપીએ)નું આહવાન વિરૂદ્ધ પોતાના વિચાર વ્યક્ત કર્યા.
હાલમાં ફેબ્રુઆરીમાં પૂર્વોત્તર દિલ્હીમાં થયેલ સાંપ્રદાયિક તોફાનોના મામલામાં જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના બે વિદ્યાર્થીઓ, સફુરા જારગર અને મીરાન હૈદરને યુએપીએ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
શું યુએપીએ હેઠળ એન્ટી-સીએએ પ્રદર્શનકારીઓ પર આરોપ લગાવી શકાય છે ?
સવાલનો જવાબ આપતા પ્રચાએ કહ્યું બિલકુલ નહીં, કોઈ જોગવાઈ નથી. પોતાના દાવાનું સમર્થન કરતાં તેમણે કહ્યું કે ભલે એક આમ આદમી યુએપીએની ધારા ૧પને વાંચે છે એ સ્પષ્ટ થશે કે અધિનિયમ આ પ્રકારના કેસો પર આકર્ષિત કરી શકાય નહીં.
સુપ્રીમકોર્ટના વરિષ્ઠ વકીલ કોલિન ગોંસાલ્વિસે આ પણ કહ્યું કે યુએપીએને આવા કેસોમાં લાવી શકાય નહીં કેમ કે કાયદાનો ઉપયોગ કોઈ એવી વ્યક્તિ વિરૂદ્ધ કરવામાં આવે છે જે કોઈ પ્રકારના આતંકવાદી ગુનામાં સંડોવાયેલા છે.
તેમણે કહ્યું સીએએ પ્રદર્શનકારી ઉગ્ર ભાષણમાં પણ સામેલ નથી. તે બસ કહી રહ્યા છે કે સીએએ અને એનઆરસી ગેરકાયદેસર છે. તેને ખતમ કરવામાં આવે. સખત નિવેદન આપતાં પ્રચાએ કહ્યું મને લાગે છે કે યુએપીએએ દિલ્હી પોલીસ અને ગૃહ મંત્રાલયમાં આના માસ્ટર વિરૂદ્ધ આમંત્રિત કરવા જોઈએ.
યુએપીએ હેઠળ જમાનત મળવી મુશ્કેલ કેમ છે, આના પર સ્પષ્ટીકરણ આપતાં દિલ્હીમાં વકીલ અભય સેખરીએ કહ્યું કે આ આરોપીઓ પર બોજ નાખે છે. આ બતાવવા માટે તેમની પાસે આરોપીઓના નિર્દોષ હોવાના યોગ્ય આધાર છે. તેમણે આરોપનામું દાખલ થવા સુધી રાહ જોઈ.
પ્રચાએ દાવો કર્યો કે સીએએના પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ કેસ રાજનીતિથી પ્રેરિત છે. તેમણે કહ્યું જો કોઈ વિશેષ ન્યાયધીશ હોય છે. જેના સામે આ કેસ આવે છે તો તે તેને એક સેકંડમાં કાઢી દેશે.
એડવોકેટ ગોન્સાલ્વિસે સવાલ કર્યો જે વ્યક્તિ ગર્ભવતી છે તેને જેલમાં કેવી રીતે નાખી શકાય છે. એક વ્યક્તિ જેનો એકમાત્ર ગુનો એ છે કે તે રાજ્ય વિરૂદ્ધ નારા લગાવી રહી છે તેને જેલમાં નાખવામાં આવે. તેમણે કહ્યું તમારે હિંમતની જરૂરત છે.