(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩
મુસ્લિમ કાર્યકરો અને યુવાનો જેમની સામે અગાઉ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરાયો હતો અને ૨૩-૨૫ ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર પૂર્વના રમખાણોમાં સંડોવણી હોવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. એમની સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ)ની કડક કલમો હેઠળ ફરીથી કેસ નોંધવામાં આવ્યું છે.
એફઆઈઆર નંબર ૦૦૫૯ કે જે શરૂઆતમાં ૬ માર્ચે ક્રાઇમ બ્રાંચે નોંધી હતી. હવે તે દિલ્હી પોલીસના વિશેષ સેલમાં ટ્રાન્સફર થઈ ગઈ છે. એડવોકેટ અકરમ ખાને કહ્યું કે, સોમવારે જયારે તેઓ તેમના અસીલ મીરાન હૈદર માટે જામીન અરજી કરવા ગયા ત્યારે આ વાતની જાણ થઇ હતી. બાદમાં તેણે જામીન અરજી પરત ખેંચી લીધી હતી.
અકરમે કહ્યું કે, તે એક કે બે દિવસમાં તેમના અસીલની જામીન માટે નવી અરજી દાખલ કરશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, યુ.એ.પી.એ. હેઠળના આરોપી માટે બે વર્ષ સુધી જામીન શક્ય નથી. તો તેમણે કહ્યું કે, તે કેસની પ્રકૃતિ અને તથ્યો પર આધારીત છે.
એડ્‌વોકેટે કહ્યું કે, સીએએ વિરોધી પ્રદર્શનો જે જાફરાબાદ મેટ્રો સ્ટેશન નજીક મુસ્લિમો દ્વારા આયાજિત હતા એના વિરોધમાં ભાજપ નેતા કપિલ મિશ્રાએ સીએએ અને એનઆરસીના સમર્થનમાં એક રેલીની આગેવાની કરી હતી. એના પછી સ્પેશિયલ સેલે યુએપીએ હેઠળ નવ યુવાનોને રમખાણોમાં સંડોવણી માટે આરોપ લગાવ્યો છે.
એડ્‌વોકેટે જણાવ્યું હતું કે, પોલીસે આ આરોપીઓ વિરૂદ્ધ યુએપીએની કલમો લગાવી છે એ વિશે મને માહિતી ન હતી અને તે પાછળના કારણો વિશે તેઓ જાણતા નહોતા પરંતુ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, યુએપીએ હેઠળના આરોપો તેમની સામે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઈ) સાથેના કથિત જોડાણો માટે ઉમેરવામાં આવ્યા હતા, જે કેરળમાં પ્રતિબંધિત સંગઠન છે. યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ભલામણ મોકલી છે કે, તેમના રાજ્યમાં સીએએ વિરોધ પ્રદર્શન સંદર્ભે હિંસા માટે જવાબદાર પીએફઆઈ પર પ્રતિબંધ મૂકવામાં આવે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસ આરોપીને તેમના મોબાઇલ ફોન રેકોર્ડના આધારે પીએફઆઈ સાથે જોડતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈપણ વ્યક્તિ કે જેણે પીએફઆઈના કાર્યકરો અથવા તેમના હોદ્દેદારોને ફોન કર્યો છે અને જો એ ઓખલામાં પીએફઆઈ ઓફિસનું સ્થાન બતાવે છે, તો તેઓ પીએફઆઈ સાથે જોડાયેલા છે એવું માનવામાં આવશે.