(એજન્સી) તા.૧૪
શાહઆલમ પૂર્વ આપ કાઉન્સિલર અને ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા મુસ્લિમો વિરોધી રમખાણો મામલે કથિત મુખ્ય આરોપી જાહેર કરાયેલા તાહિર હુસૈનનો નાનો ભાઈ છે. બુધવારે ૯ ડિસેમ્બરે દિલ્હીની કડકડડૂમાં કોર્ટે તેમને જામીન આપી દીધા. એડિશનલ સેશન જજ વિનોદ યાદવે આ દરમિયાન શાહઆલમની અરજી પર સુનાવણી હાથ ધરતા તેનો નિકાલ લાવી દીધો હતો. આ દરમિયાન તેમણે અનેક સવાલો પણ ઊભા કર્યા હતા કે, કેમ તેમને અત્યાર સુધી જેલમાં ગોંધી રાખવામાં આવ્યા છે અને તેમની અરજી વહેલી લિસ્ટ કરવામાં આવી નથી. એક પોલીસ અધિકારી તરીકે આ મામલાનો રિપોર્ટ કરતાં કોણ રોકી રહ્યું હતું. ખરેખર તો પોલીસ અધિકારીઓને પણ આ મામલે ધ્યાન તો હશે જ. આ મામલો સાક્ષીની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા કરે છે. કોર્ટે વધુમાં કહ્યું કે, પ્રોસિક્યુશન પક્ષ એ સાબિત જ નથી કરી શક્યું કે, અરજદારે કોઈપણ રીતે રમખાણોમાં ભૂમિકા ભજવી હતી. તેનો દોષ ફક્ત એટલો જ છે કે, તે તાહિર હુસૈનનો ભાઈ છે. ફક્ત આ આધારે તેને જેલમાં ગોંધી રાખવામાં ન આવી શકે. કોર્ટે વધુમાં કહ્યું કે, તે આરોપી તાહિર હુસૈનનો ભાઈ છે. એટલા માટે જ તેને અનંતકાળ માટે જેલમાં ગોંધી રાખવો ક્યાં સુધી યોગ્ય છે ? એટલા માટે અમે તેમના જામીન મંજૂર કરી રહ્યા છીએ. કોર્ટનો ચુકાદો દિલ્હી કોર્ટના મોઢે એક જોરદાર તમાચા સમાન છે.