(એજન્સી)
નવી દિલ્હી, તા. ૩૦
જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદે દિલ્હી કોર્ટ સમક્ષ આરોપ લગાવ્યો છે કે, ઉત્તરપૂર્વ દિલ્હીના રમખાણોમાં તેમની કથિત ભૂમિકા વિશે વિવિધ અખબારો અને ટીવી ચેનલો પર તેમની વિરૂદ્ધ દુષ્ટ મીડિયા અભિયાન ચલાવાયું છે. મીડિયા પ્લેટફોર્મ પર ફેબ્રુઆરીના રમખાણો મામલે દાખલ કરાયેલી પૂરક ચાર્જશીટને આધારે તેમની વિરૂદ્ધ રિપોર્ટિંગ કરાઇ રહી છે જ્યારે એટલે સુધી કે, તેમની વકીલે દાખલ કરેલીઅરજીમાં જણાવાયું છે કે, તેમની વિરૂદ્ધ આ કથિત મીડિયા ટ્રાયલ અથવા ઉભી કરાયેલી સમજફેરમાં તેમનો બચાવ કરવા માટે ખાલિદને ચાર્જશીટની કોપી પણ સોંપવામાં આવી નથી. અરજીમાં વધુમાં જણાવ્યું છે કે, ચાર્જશીટની સોફ્ટ કોપી તેમને ત્યારે સોંપવામાં આવી જ્યારે આ અંગે આરોપી સામે કોર્ટે આ કેસમાં બીજી ડિસેમ્બરની સુનાવણી નક્કી કરી દીધી હતી.
એડિશનલ સેસન્સ જજ અમિતાભ રાવતે કોર્ટ સ્ટાફને શનિવારે ખાલિદના વકીલને પૂરક ચાર્જશીટની સોફ્ટ કોપી પૂરી પાડવા માટે આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન પોલીસ તરફથી હાજર થયેલા સ્પેશિયલ સરકારી વકીલ અમિતાભ પ્રસાદે ખાલિદ દ્વારા કરાયેલા તમામ આરોપો નકાર્યા હતા. ખાલિદ, જેએનયુના વિદ્યાર્થી શર્જીલ ઇમામ અને ફૈઝાન સામે યુએપીએ કાયદા અંતર્ગત આરોપનામું દાખલ કરાયું છે જેમાં ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ હત્યા, રમખાણો, ગેરકાયદે ટોળા ભેગા કરવા, દેશદ્રોહ, અપરાધિત ષડયંત્ર જેવા આરોપો લગાવાયા છે. કોર્ટે ૨૪મી નવેમ્બરે સપ્લીમેન્ટરી ચાર્જશીટની ગંભીર નોંધ લીધી હતી જ્યારે યુએપીએ અંતર્ગતના ગુનાઓ હેઠળ તેમની વિરૂદ્ધ કેસ ચલાવવાનું નક્કી કર્યું હતું પરંતુ દેશદ્રોહ અને અપરાધિક ષડયંત્ર સહિતના કેટલાક ગુનાઓની ગંભીર નોધ લીધી ન હતી. વિવાદિત નાગરિકતા કાયદાના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ૨૪મી ફેબ્રુઆરીએ ભયાનક રમખાણો ફાટી નીકળ્યા હતા જ્યારે ૨૪મી નવેમ્બરે થયેલા આ તોફાનો દરમિયાન કુલ ૫૩ લોકોના મોત થયા હતા અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
Recent Comments