(એજન્સી) તા.૨૦
કારવાં એ મહોબ્બત, અનહદ અને મુસ્લિમ વિમેન્સ ફોરમ જેવા અગ્રણી સિવિલ સોસાયટી સમૂહોએ શુક્રવારે પુસ્તક ‘દિલ્હી રાઇટ્સ ૨૦૨૦ : ધ અનટોલ્ડ સ્ટોરી’ની સમીક્ષા રજૂ કરીને એવું ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમને દિલ્હી પોલીસ અને લેખકો વચ્ચેની વાસ્તવિક સાઝીશનો પુરાવો મળ્યો છે. આ પુસ્તકના લેખક જાણીતા જમણેરી શિક્ષણવિદો છે. આ સમીક્ષાનું મથાળુ ‘સિફ્ટીંગ એવિડન્સ : ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ દિલ્હી રાઇટ્સ બુક’ રાખવામાં આવ્યું હતું. તેમાં જણાવાયું હતું કે આ પુસ્તકમાં નોર્થ ઇસ્ટ દિલ્હી હિંસાના કેસમાં દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ ચાર્જશીટની વિગતો શામેલ કરાઇ છે. તેમાં જણાવાયું હતું કે પુસ્તક કે જે અગાઉ સત્યશોધક અહેવાલ હતો તે હવે ભડકાઉ ભાષણના સ્વરૂપમાં છે જેને ગુનાહિત કાનૂની પ્રક્રિયામાં દખલગિરી તરીકે જોવામાં આવે છે. લેખકો એવો દાવો કરે છે કે તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું હનન થયું છે. દિલ્હી રાઇટ્સ ૨૦૨૦ના પુસ્તક પર પ્રતિબંધ મૂકવા માટે કોઇ ઘોષણા થઇ ન હતી. સમીક્ષામાં ખોટા દાવા, હકીકતલક્ષી અચોક્કસતા અને વિકૃત અને ચુનંદી રજૂઆત જોવા મળે છે. સમીક્ષકોએ માત્ર પુરાવા અને હકીકત કે હકીકતનો અભાવ માપદંડનો ઉપયોગ કર્યો છે. તેમાં એવા ઘણા નિવેદનો છે કે જેની સામે બદનક્ષી થઇ શકે છે. બ્લુમ્સબરી જેવા પ્રતિષ્ઠિત પ્રકાશકોએ બદનક્ષીકારક વિગતો સહિત આ બાબતે ખુલાસો કરવો જોઇએ. સમીક્ષામાં પુસ્તક અને રમખાણ કેસમાં દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ કેટલીક ચાર્જશીટ વચ્ચે સમાનતા ચકાસવામાં આવી છે અને સાઝીશનો પુરાવો જાહેર કરે છે. બુક લોંચના દિવસે જ પ્રકાશક બ્લુમ્સબરીએ પીછેહઠ કરી હતી. તેનું ચોક્કસ કારણ મને ખબર નથી પરંતુ એવું અનુમાન છે કે આ પ્રકારના પુસ્તકનું વિમોચન કપિલ મિશ્રા દ્વારા કરાવવા સામે ઘણા લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.
Recent Comments