(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
દિલ્હીમાં આઠ માસની બાળકી પર બળાત્કાર કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપીની ધરપકડ કરાઈ છે જ્યારે આરોપી બાળકીનો પિતરાઈ ભાઈ હોવાનું કહેવામાં આવ્યું છે. બાળકીના પિતાએ કહ્યું કે તેઓ બાળકીને ઘેર છોડીને માતા-પિતા કામ કરવા ગયા હતા જ્યારે માતાએ પાછા આવીને જોયું તો બાળકીના કપડાં અને પથારી પર લોહીના ડાઘ લાગેલા હતા. પીડિતના પિતાએ જણાવ્યું કે તેઓ મજદૂરી કરે છે અને પત્ની આજુબાજુના ઘરોમાં કામ કરે છે. પહેલા પિતા ઘરેથી બહાર ગયા ત્યારબાદ માતા પણ ઘરથી બહાર નીકળી ગઈ અને એક કલાક બાદ પરત ફરી તેણે જોયું કે બાળકી લોહીથી ખરડાયેલી હતી. જ્યારે સંબંધીથી પૂછવામાં આવ્યું તો તેણે બહાનું બતાવ્યું બાળકીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હોસ્પિટલમાં બાળકી સાથે બળાત્કાર થયા હોવાની પુષ્ઠિ થઈ હતી. પોલીસમાં કરેલ ફરિયાદમાં પીડિતના માતા-પિતાએ ઘરની બાજુમાં રહેનાર સંબંધી પર આશંકા બતાવી છે, પહેલા તે ફરાર થઈ ગયો હતો પણ હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપીએ અપરાધ કર્યા હોવાની વાતને સ્વીકારી લીધી છે.