(એજન્સી) નવી દિલ્હી,તા.૮
જવાહરલાલ નહેરુ યુનિ. વહીવટ તંત્ર માટે એક અન્ય શરમજનક પરિસ્થિતિ ઊભી થઇ છે, દિલ્હી હાઇકોર્ટે મંતવ્ય આપ્યું કે યુનિ.એ સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સિસ અને સકૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના એક મદદનીશ પ્રોફેસર અને પ્રોફેસરની ભરતીમાં અનામતના કાયદાઓનો ભંગ કર્યો છે. યુનિવર્સિટીના સંબંધિત વિભાગના બે મદદનીશ પ્રોફેસરો સમેત ચાર ફેકલ્ટી સભ્યોએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ ૨૦૧૯માં બહાર પડાયેલ બે જાહેરાતો અને એ પછી ઉપરોક્ત જણાવેલ કેન્દ્રો માટે પ્રોફેસરોની ભરતી માટે નિમણૂંક પ્રક્રિયાને રદ્દ કરવા માંગણી કરી હતી. અરજદારોએ દલીલ કરી હતી કે ઉપરોક્ત જગ્યાઓ માટે જાહેરાત આપતી વખતે યુનિવર્સિટીએ હોદ્દા આધારિત અનામતના નિયમોનું ભંગ કર્યો હતો.
દિલ્હી હાઇકોર્ટની સિંગલ બેંચના જજ જ્યોતિ સિંઘે ૧૭મી નવેમ્બરે ચુકાદો જાહેર કરતા અવલોકન કર્યું કે અનામતનો સંપૂર્ણ અમલ કરવામાં આવ્યો છે એ પુરવાર કરવાની જવાબદારી યુનિ.ની છે, જેમાંએ નિષ્ફળ ગઈ છે. ફક્ત નિવેદનો અને ઇનકાર કરવાથી કે અનામતનો ભંગ કરાયો નથી એ અરજદારો દ્વારા મુકાયેલ વિગતો અને ડેટાને નકારી કાઢવા માટે પૂરતા નથી. જે.એન.યુ. ટીચર્સ એસોસિએશનના સેક્રેટરીએ પ્રસન્નતા જાહેર કરતાં કહ્યું કે જે ફેકલ્ટીના સભ્યો હાઇકોર્ટમાં ગયા હતા અમે એમનો આભાર માનીએ છીએ. આ યુનિ.ની અખંડિતતાનો પ્રશ્ન છે. જે અખંડિતતા સાથે સમાધાન કરવામાં આવ્યું હતું. બંધારણીય જોગવાઈઓને ધ્યાનમાં રાખ્યા વિના, કોઈ પણ જવાબદારી વિના સત્તાવાળાઓએ ઓચિંતે જ ૩૦ પોસ્ટો એક શ્રેણીમાંથી બીજી શ્રેણીમાં તબદીલ કરી હતી. એને અટકાવવા માટે કાયદાકીય પ્રક્રિયા જ એકમાત્ર વિકલ્પ હતો.
એમને યુનિ.ના આ વલણ પાછળના ઉદ્દેશ્ય બાબત પૂછતા એમણે કહ્યું કે મેં નોંધ્યું હતું કે જ્યારે અનામત શ્રેણી માટે ઈન્ટરવ્યુ થતાં હતા ત્યારે સત્તાવાળાઓ જાહેર કરતા હતા કે આ ઉમેદવાર આ હોદ્દા માટે યોગ્ય નથી. આ સંકેત આપે છે કે એમનો ઉદ્દેશ્ય અનામતની વિરુદ્ધ છે.
Recent Comments