(એજન્સી) તા.ર૭
તાજેતરમાં જ દિલ્હી વિધાનસભા ચૂંટણીનું સમાપન થયું અને કેજરીવાલ ફરીવાર સત્તામાં આવ્યા. જોકે તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ ભારતના પ્રવાસે આવ્યા હતા અને આ સમયગાળા દરમિયાન જ દિલ્હીમાં જે રીતે સીએએ વિરોધીઓ અને સમર્થકો વચ્ચે થયેલી અથડામણે કોમી સ્વરુપ ધારણ કર્યું છે તેને જોતાં સમગ્ર દેશમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે.
જોકે દિલ્હીમાં તાજેતરમાં થયેલી હિંસાની પેટર્ન પણ ચિંતાજનક જોવા મળી હતી. અહીં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જે બેઠકો પર માંડ માંડ જીતી શક્યું ત્યાં જ આ હિંસાની ઘટનાઓ બની હતી. અહીં વિધાનસભા ચૂંટણીના પ્રચાર વખતે ભાજપનો વધ એક ઝેરી સ્વરુપ જોવા મળ્યો હતો અને તેના કારણે તેણે માઠા પરિણામ ભોગવવા પડ્યા અને ૭૦માંથી તે ફક્ત આઠ જ સીટ જીતી શક્યો હતો. વર્તમાન સમયમાં દિલ્હીના જે શહેરોમાં હિંસા થઇ ત્યાં ભાજપના અધ્યક્ષ સહિત ભાજપના નેતાઓએ ભારે ઝેરી અને ધ્રૂવીકરણથી ભરપૂર પ્રચાર કર્યો હતો. ઉત્તરપૂર્વ દિલ્હીમાં ભાજપ ફક્ત પાંચ જ બેઠક જીતી શક્યો હતો અને હિંસા પણ આ વિસ્તારોમાં જ ભડકી હતી. તમને જણાવી દઇએ કે લોકસભામાં પણ ભાજપના મનોજ તિવારી જ ઉત્તરપૂર્વ દિલ્હીનું નેતૃત્વ કરે છે. તે ભાજપના અહીંના અધ્યક્ષ પણ છે.
દિલ્હીના એક નિવૃત પોલીસ અધિકારી કમિશનરે જણાવ્યું હતું કે તાજેતરની વિધાનસભા ચૂંટણી વખતે ભાજપના નેતાઓ દ્વારા અહીં ઝેરી પ્રચાર કરાયો હતો અને બે સમુદાય વચ્ચે ઝેર ફેલાવવા માટે ઝેરી ભાષણો આપવામાં આવ્યા હતા. ત્યારે જ અહીં બે સમુદાય વચ્ચે ઝેર ફેલાવવા માટે બિયા રોપી દેવાયા હતા અને તેનો ફાયદો હવે તેમને જોવા મળી રહ્યો છે. ભાજપના નેતા કપિલ મિશ્રાએ પણ આ દરમિયાન ઉશ્કેરણીજનક ધમકીઓ આપી હતી.