(એજન્સી) તા.૬
દિલ્હી હિંસા પછી તે લોકો છેતરાયેલા અનુભવે છે, જેમણે પાછલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને છોડીને આપને વોટ આપ્યા હતા. ચૂંટણી સમયે પણ લઘુમતીઓને થોડું વિચિત્ર તો લાગી રહ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીના નેતા સીએએ, એનપીઆર, એનઆરસી પર પોતાનું વલણ સ્પષ્ટ કરી રહ્યા નથી. શાહીનબાગ જવાની વાત તો દૂર, ત્યાં વિશે બોલવાથી પણ બચી રહ્યા છે. પરંતુ તેમને લાગતું હતું કે, આંદોલન અને ધરણાંઓથી જન્મેલી પાર્ટી કદાચ ચૂંટણી સમીકરણોના કારણે આ બધાથી અંતર રાખી રહ્યા છે. પરંતુ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસા દરમિયાન દિલ્હીની આપ સરકાર જે રીતે મૌન રહી, ત્યારબાદ કોઈને કોઈ શંકા ના રહી કે, આ તો બીજી પાર્ટીના વેશમાં ભાજપ જ છે. બાકી કચાસ ત્યારે પૂરી થઈ ગઈ જ્યારે કેજરીવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત પછી હિંસા પર કોઈ વાત કરી નહીં, આ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પછી કેજરીવાલે દિલ્હી પોલીસ પર કોઈ આંગળી ઉઠાવી નહીં અને કેન્દ્રની દબા શબ્દોમાં પ્રશંસા કરી. આ પહેલાં કેજરીવાલ સરકારે જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયાકુમારની વિરૂદ્ધ કેસ ચલાવવાની પરવાનગી આપી કેન્દ્ર સરકાર અને ભાજપને ખુશ કરી દીધી હતી. દિલ્હીમાં આરોગ્ય સેવાઓ અને ફાયર સર્વિસીઝ દિલ્હી સરકાર હેઠળ છે. દિલ્હીમાં આરોગ્ય સેવાઓનો ચૂંટણી પહેલાં એટલો પ્રચાર થયો હતો, જેમ કે દરેક જરૂરતમંદ માટે આરોગ્ય દરમિયાન ના તો હિંસા પ્રભાવિત વિસ્તારો સુધી ફાયર સર્વિસ પહોંચી જેથી ઘરો અને દુકાનોને બળવાથી બચાવી શકયા નહીં અને ના તો ઘાયલોને સારી આરોગ્ય સેવાઓ મળી. ર૩ ફેબ્રુઆરીએ હિંસા શરૂ થયાના દસ દિવસો સુધી પણ દિલ્હીના આરોગ્ય મંત્રી ના તો ઘાયલોથી મળવા હોસ્પિટલ પહોંચ્યા અને ના તો કેજરીવાલે હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી. ૪ માર્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આવા વિસ્તારોમાં જઈને લોકોનું દુઃખ વહેંચ્યું. તે જ રીતે પોલીસ પ્રશાસને આ વિસ્તારમાં રોટલી પહોંચાડવાના કામમાં પણ ઓછી અડચણ ઊભી નથી કરી. ઓખલાના પ્રસિદ્ધ હકીમ બાવર્ચીના નિર્ણયે ર૮ ફેબ્રુઆરીએ ૬૦૦ કિલો બિરયાની જાફરાબાદ વિસ્તારમાં ફ્રી વિતરણ માટે તૈયાર કરી પરંતુ તંત્રએ તેની પરવાનગી આપી નહીં. જેએનયુ વિદ્યાર્થી સંઘે રજૂઆત કરી કે હિંસા પ્રભાવિત વિસ્તારની મુલાકાત પછી જેએનયુની હોસ્ટેલોમાં થોડાક દિવસ રહ્યાની પરવાનગી આપવી જોઈએ અને અહીં રહેતા વિદ્યાર્થીઓને પોતાના રૂમ શેર કરવામાં મુશ્કેલી નહીં થાય. આભાર છે કે, કેટલાક સંગઠન ભેદભાવ વિના વિસ્તારમાં રાહત કામમાં લાગ્યા છે. તેમની વચ્ચે આપ નેતા કપિલ મિશ્રા અત્યારે પણ અલગથી ઓળખી શકાય છે જેમણે ૭૧ લાખ રૂપિયાની સહાયતા માત્ર હિન્દુ પીડિતોને આપવાની જાહેરાત કરી છે. આવામાં સમજી શકાય છે કે, સરકારોનો રોલ શું અને કેટલો છે. માટે સોશિયલ એક્ટિવિસ્ટો અંજલી ભારદ્વાજ, એની રાજા, પૂનમ કૌશિક, ગીતાંજલિ કૃષ્ણા અને અમૃતા જોહરીની હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત પછીના રિપોર્ટ તેના અંશનું ખાસ મહત્ત્વ છે. મુખ્યમંત્રી, કેન્દ્ર અને દિલ્હીના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને તમામ પ્રભાવિત લોકો સાથે તાત્કાલિક મળવું જોઈએ. આ રિપોર્ટમાં આ પણ જણાવવામાં આવ્યું છે કે, તે વિસ્તારમાં ફરીને આવેલ કોઈપણ વ્યક્તિ સમજી શકે છે કે, રોટલી, કપડા અને ઘર અને તેનાથી વધુ જરૂરી મેડિકલ સુવિધાઓની છે. જે ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચી ગયા. તેમની કોઈ રીતે થોડી ઘણી સારવાર થઈ પણ ગઈ. ઈજા પહોંચેલા કેટલાક લોકો માટે પોતાની અને પોતાના પરિવારને સુરક્ષિત રાખવા પ્રથમ પ્રાથમિકતા રહી અને તેમને વિલંબથી પરંતુ યોગ્ય સારવારની જરૂરત છે. હિંસાના દસ દિવસ પછી પણ આ પ્રકારની યોગ્ય વ્યવસ્થા ના હોવી દુર્ભાગ્યપૂર્ણ જ છે. દિલ્હી સરકારે જે રાહત રકમની જાહેરાત કરી છે તે તો ઓછી છે જ અને કેજરીવાલ સરકારની તે માટે ચારેબાજુ ટીકા પણ થઈ રહી છે તેમ છતાં આ રકમને મેળવવી સરળ નથી કારણ તે જ છે કે, રકમ મેળવવાનો દાવો કરવા માટે દસ્તાવેજ ક્યાંથી આવશે. લોકોની ચિંતા એ પણ છે કે, સરકાર જે રીતે આગામી મહિનાથી એનપીઆર કરાવવા પર અડગ છે, આવામાં તે પોતાના દસ્તાવેજ ક્યાંથી લાવશે. કેજરીવાલ હવે પોલીસને ક્લિનચીટ તો આપી રહ્યા છે પરંતુ આ સમજવાની વાત છે કે, ૧ માર્ચે અફવા ફેલાવા પર પોલીસ દિલ્હીમાં જે રીતે એક્ટિવ થઈ તે જ રીતે જો તેણે ર૩-ર૪ ફેબ્રુઆરીએ પોતાની સક્રિયતા બતાવી હોત તો હિંસા આ સ્તરે ના થતી. દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના નાનાથી લઈને મોટા સ્તર સુધીના નેતાએ રાજધાનીનું વાતાવરણ સાંપ્રદાયિક ધ્રુવીકરણવાળું બનાવવાનો દરેક સંભવ પ્રયાસ કર્યો હતો. ભાજપને ચૂંટણીમાં સફળતા ના મળી તો તેનું ખીજાવું સ્વાભાવિક હતું તેમ છતાં જાફરાબાદમાં ધરણાં પ્રદર્શન શરૂ થયા પછીથી જ પોલીસે જે રીતે હિંસા ફેલાવાની રાહ જોઈ, હિંસા ફેલાવામાં મદદ કરે તે કેન્દ્રની ભાજપ સરકારની છૂપાયેલા હાથને ઉજાગર કરવા માટે પૂરતું છે.