(એજન્સી) લખનૌ, તા.૭
ઉત્તરપ્રદેશના ત્રણ રહેવાસીઓ દ્વારા ભાજપના નેતા કપિલ મિશ્રા અને તેમના સહયોગીઓની વિરૂદ્ધ સાંપ્રદાયિક હિંસા ઉશ્કેરવામાં તેમની કથિત ભૂમિકા અંગે અરજી દાખલ કર્યા પછી દિલ્હીની એક અદાલતે સ્ટેટસ રિપોર્ટ માંગતા પોલીસને નોટિસ જારી કરી છે. યુપી રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે, ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆતમાં તેમની વિરૂદ્ધ પોલીસ ફરિયાદો છતાં ભાજપ નેતાની વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી ન હતી. તેમણે અપરાધિક પ્રક્રિયા સંહિતાની કલમ ૧પ૬(૩) હેઠળ કડકડડુમા અદાલતનું બારણું ખખડાવ્યું છે. જે અદાલતને પોલીસને એફઆઈઆર દાખલ કરવાના નિર્દેશ આપવાના અધિકાર આપે છે. અદાલતે પોલીસને માર્ચમાં દાખલ બે અરજીઓ પર જવાબ આપવાનું જણાવ્યું છે. કોરોના વાયરસ રોગના પ્રસારને રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે આ મામલાઓમાં સુનાવણી પ્રભાવિત થઈ હતી. ૧ર માર્ચે દાખલ પ્રથમ અરજી પર ર૦ જુલાઈએ સુનાવણી થવાની આશા છે. બીજો ૧૮ માર્ચે દાખલ કરવામાં આવ્યો, ૧૩ ઓગસ્ટે લેવામાં આવશે. ત્રીજી અરજી શનિવારે ૪ જૂને દાખલ કરવામાં આવી હતી. તેની સુનાવણી માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. એચટીના જવાબમાં દિલ્હી પોલીસે જણાવ્યું કે, તેમણે સાવધાનીપૂર્વક તમામ ફરિયાદોનું પાલન કર્યું અને તેમની તપાસ કરી જેમાં જણાવવામાં આવ્યું કે, સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસમાં સમુદાય, જાતિ અથવા વિશ્વાસના આધારે કોઈ ભેદભાવ કરવામાં આવ્યો નથી. મિશ્રાએ જણાવ્યું કે, કેટલીક શક્તિઓ જે સત્ય પરથી ધ્યાન હટાવવા ઈચ્છે છે તેમના અને દિલ્હી પોલીસની વિરૂદ્ધ ખોટી ફરિયાદો રચવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હી પોલીસે હિન્દુઓ અને મુસ્લિમોની વચ્ચે થયેલા રમખાણોના ક્રમમાં લગભગ ૭પ૦ એફઆઈઆર દાખલ કરી છે જેમાં પ૩ લોકોનાં મોત થયા છે અને અન્ય ૪૦૦ ઘાયલ થયા છે. એક અરજીકર્તા તેમણે જણાવ્યું કે, તે ર૪ ફેબ્રુઆરીએ સાંજે ૪ઃ૩૦ વાગે કરાવલનગરમાં પોતાના ગોડાઉનમાં હતા જ્યારે મિશ્રાના લોકોએ તેમની પર હુમલો કર્યો હતો. તેણે રપ ફેબ્રુઆરીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી. અન્ય એક ફરિયાદકર્તા અને યમુના વિહાર રહેવાસી મોહમ્મદ જમી રિઝવીએ જણાવ્યું કે, તેમણે ર૩ ફેબ્રુઆરીએ મિશ્રાની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી. ત્રીજી ફરિયાદકર્તા જેણે શનિવારે અદાલતનું બારણું ખખડાવ્યું અને જણાવ્યું કે, તેણે પ મેના દિવસે પોલીસ ફરિયાદ કરી હતી. ત્રણેય ફરિયાદકર્તાઓના વકીલ એડવોકેટ મહમૂદ પ્રાચાએ દાવો કર્યો કે, પોલીસે આ ફરિયાદોમાંથી કોઈમાં પણ સ્ટેટસ રિપોર્ટ દાખલ કરી નથી. પૂર્વોત્તર દિલ્હીના અન્ય છ રહેવાસીઓ, જેમણે અદાલત સાથે સંપર્ક કર્યો નથી. તેમણે આરોપ લગાવ્યો છે કે, મિશ્રાના માણસો દ્વારા તેમના ઘરો અને દુકાનોને લૂંટી લેવામાં આવ્યા અને તેમની સાથે બર્બરતા કરવામાં આવી. ચાર પોલીસ સ્ટેશનોમાં તેમની ફરિયાદ મુજબ જાફરાબાદ, ઉસ્માનપુર-ગોકુલપુરી અને કરાવલનગર- બેટવે ૧ર માર્ચ અને ર૯ એપ્રિલે કરવામાં આવી. તેમનો આરોપ છે કે, પોલીસે એફઆઈઆર દાખલ કરી નહીં.