(એજન્સી) તા.ર૪
કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર અને ેંછઁછના આરોપી ઇશરત જહાંએ કોર્ટને કહ્યું કે ‘જો તાત્કાલિક નિવારક પગલાં લેવામાં નહીં આવે તો’ મંડોલી જેલમાં તેમનું જીવન જોખમમાં મુકાશે, કરકરદુમા કોર્ટના ન્યાયાધીશ અમિતાભ રાવતે આ બનાવની કડક નોંધ લીધી અને જેલ અધિકારીઓને કહ્યું કે ૨૩ ડિસેમ્બરને બુધવારે સવારે ૧૦ વાગ્યા સુધી સ્થિતિનો અહેવાલ રજૂ કરો.
રાવતે ઇશરતને પૂછ્યું કે શું સમસ્યા હલ થઈ છે કેમ, તેણીએ જવાબ આપ્યો, “લગભગ એક મહિનાની અંદર હવે બીજી વખત હુમલો થયો છે. અહીં એક કેદી છે જે બીજાઓને મારી સામે ઉશ્કેરે છે અને તે લેસ્બિયન છે.” તેણીએ સમજાવ્યું કે ૨૨ ડિસેમ્બરે સવારે તેને કેવી રીતે માર મારવામાં આવ્યો, દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને તેના કપડા ફાડી નાખવામાં આવ્યા. તેણીએ જણાવ્યું કે, “મારી સાથે આ પહેલી વાર ૨૦ નવેમ્બરના રોજ થયું હતું અને તે પછી બીજી વાર આ મહિલાઓમાંની એક હતી. જેણે આ બનાવ માટે ઉશ્કેરણી કરી હતી.”
“આને દસ મહિના થઇ ગયા છે અને મેં ઘણી બધી મુશ્કેલીઓ વેઠી છે, પરંતુ હવે હું તમને આ ત્રણ મહિલાઓને ટ્રાન્સફર કરવા વિનંતી કરું છું. અથવા મને બીજી જેલમાં ટ્રાન્સફર કરી દો. આ બધી મહિલાઓ અશ્લીલ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. મને પહેલેથી જ તબીબી મુશ્કેલીઓ છે અને હું ખૂબ જ સંવેદનશીલ કેસમાં જેલમાં છું. હું આ સહન કરી શક્તી નથી.’’ ૨૨ ડિસેમ્બરથી કોર્ટની દખલ હોવા છતાં ઇશરતે અદાલતને કહ્યું મારું મોઢું બગાડી દેવાની ફરીથી ધમકી આપવામાં આવી રહી છે.
૨૨ ડિસેમ્બરના રોજ શું થયું ?
૨૨ ડિસેમ્બરે ઇશરતના પતિ ફરહાન હાશ્મીએ આ પત્રકારને કહ્યું, “આ બીજી વખત બન્યું છે. તેના કપડા ફાડી નાખવામાં આવ્યા, તેનું માથું ઘણીવાર દીવાલ સામે ભટકાવવામાં આવ્યું. તેને સતત અપશબ્દો બોલવામાં આવી રહ્યા છે અને ધમકી આપવામાં આવી રહી છે.” ૨૨ ડિસેમ્બરે ઇશરતના વકીલ પ્રદીપ ટિયોટિયા દ્વારા તાત્કાલિક અરજીને દિલ્હીની કોર્ટમાં મૂકવામાં આવી હતી. ધ ક્વિન્ટ દ્વારા મેળવેલ આ અરજીમાં વકીલે નોંધ્યું કે, “રજૂઆત કરવામાં આવે છે કે અરજદારને તેના સહ-કેદીઓ દ્વારા ૨૨ ડિસેમ્બરની સવારે ખરાબ રીતે ઘાયલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેણીને તેના શરીર પર ઈજાઓ પહોંચી હતી અને તેના કપડા પણ ફાડી નાખ્યા હતા.’’ ન્યાયાધીશે ૨૩ ડિસેમ્બરની સવારે સ્થિતિનો અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. ઈશરતની ૨૬ ફેબ્રુઆરીએ ખુરેજી વિરોધ સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી, ૧૦ જૂને, તેણીને તેના લગ્ન માટે દસ દિવસના વચગાળાના જામીન મળ્યા હતા, અને તે ૧૯ જૂને જેલ પરિસરમાં પરત આવી હતી.
– ઐશ્વર્યા એસ ઐયર
(સૌ. : ધ ક્વિન્ટ.કોમ)