સવારે આઠ વાગ્યે તેમનો ફોન વાગ્યો ત્યારે અતિક હુસેન સૂઈ રહ્યા હતા. એક પોલીસ કર્મચારી લાઇન પર હતો, અને તેણે કહ્યું કે તેની બહેન ગુલફિશા ફાતિમાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસકર્મીએ તેણીને ફોન આપ્યો. તેઓએ દસ સેકન્ડ વાત કરી.

હુસેને કહ્યું, “તેણીનો અવાજ શાંત હતો. બીજી વસ્તુઓ પ્રત્યે ભાવનાત્મક ક્યારેય નહોતા બનતા. તેમણે અબ્બા અને અમ્મીને જાણ કરવાનું કહ્યું.” હુસેને તેમના પિતા, જેઓ ઈશાન દિલ્હીના કિરાણા સ્ટોરના માલિક છે અને ગૃહિણી માતાને સમાચાર આપવા હિંમત એકઠી કરતાં પહેલાં પચીસ દિવસ વીતાવી દીધા હતા. તેમણે જણાવ્યું કે બંને ડિપ્રેશનથી પીડાય છે.

હુસેને તેમને અન્ય વિદ્યાર્થીઓ અને કાર્યકરોની ધરપકડ વિશે જણાવવાનો આધાર આપ્યો હતો. જેમણે નાગરિકતા સુધારો કાયદાનો વિરોધ કર્યો હતો અને ફેબ્રુઆરીમાં દિલ્હીના તોફાનોના મામલે ધરપકડ કરવામાં આવી હતી. હુસેને તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે ઘરે કેમ નથી આવતી અથવા ફોન નથી કરતી, પરંતુ આખરે બહાના ખૂટી ગયા અને સત્ય કહેવું પડ્યું.

“તે એક ભયંકર આંચકો હતો પરંતુ કોઈ શું કરી શકે ? રડવાનું બંધ કર્યા પછી તમે શું કરો ? તમે પ્રયાસ કરો છો અને તેનો સામનો કરો છો. તેમના મનમાં આ એકમાત્ર વસ્તુ છે પરંતુ તેઓએ આ વિશે વાત કરવાનું બંધ કરી દીધું છે.” તેમણે હફપોસ્ટ ઇન્ડિયા સાથે તાજેતરમાં થયેલી વાતચીતમાં જણાવ્યું કે “મારા પિતા ચૂપ છે. મારી માતા પણ પરંતુ તે હજી પણ બધા સમયે આંસુ વહાવ્યા કરે છે.”

આજની તારીખે, એમબીએની ૨૮ વર્ષીય સ્નાતક ફાતિમા પર આતંકવાદ અને હત્યાના આરોપમાં ચાર પ્રથમ માહિતી અહેવાલો (એફઆઇઆર)  નોંધવામાં આવ્યા છે, અને તે તિહાર જેલમાં ૧૩૨ દિવસથી અટકાયતમાં છે.

“તેના ફોન કોલ્સ પાંચ મિનિટ સુધી ચાલે છે. હુસૈને કહ્યું, “તેણીના સ્વાસ્થ્ય વિશે પૂછવાનો અને કહેવાનો કે અમે ઠીક છીએ, તેટલો જ સમય હોય છે. મારા માતાપિતા જેઓ તણાવથી પીડાય છે તેમની સ્થિતિ વધુ વણસી છે. તેમના ચહેરા બદલાઈ ગયા છે. તેઓ ખૂબ પાતળા થઈ ગયા છે. ”

દિલ્હી પોલીસ

૧૩ જુલાઇએ દિલ્હી હાઈકોર્ટમાં સુપરત કરાયેલા સોગંદનામામાં, નરેન્દ્ર મોદી સરકારના ગૃહ પ્રધાન અમિત શાહને રિપોર્ટ કરનારી દિલ્હી પોલીસ, સીએએ વિરોધી અને એનઆરસી આંદોલનનાં નેતાઓ, જેમાંના ઘણા મુસ્લિમ છે, દિલ્હીના તોફાનો માટે જવાબદાર હોવાનો દાવો કરે છે. એ જ એફિડેવિટમાં નોંધ્યું છે કે મુસ્લિમ સમુદાયને ભારે જાન અને માલનું નુકસાન થયું હતું.

દિલ્હી પોલીસે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના નેતા કપિલ મિશ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની બાકી છે જેને અહીં ઉશ્કેરણીજનક ભાષણ કરવામાં અને દિલ્હી પોલીસ અધિકારીની હાજરીમાં. ઉત્તરપૂર્વ દિલ્હીમાં હિંસા ફાટી નીકળવાના થોડા કલાકો પહેલા વિરોધીઓથી ભરેલા રસ્તાઓ સાફ કરવા માટે પોલીસને અલ્ટીમેટમ આપતા સાંભળવામાં આવ્યા હતા. રમખાણો પૂર્વે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ભાજપના અન્ય નેતાઓએ પણ ઘૃણાસ્પદ ભાષણો આપ્યા હતા, જેમાં કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર સહિત એક રેલીમાં “દેશદ્રોહીઓને ગોળી મારો” કહેતા સાંભળી શકાયા હતા.

સોગંદનામામાં દિલ્હી પોલીસે ભાજપના નેતાઓ મિશ્રા અને ઠાકુરની તપાસ કરવાનો ઇન્કાર કર્યો છે.

ચાર મહિના પછી દિલ્હી પોલીસ કર્મચારીઓ મુસ્લિમ માણસો પર હુમલો કરતા અને ત્રાસ આપતા કેમેરામાં કેદ થઈ ગયા હતા, જેમાંથી એકનું મોત નીપજ્યું, ત્યારબાદ મીડિયા અને સિવિલ સોસાયટીના વિભાગોમાં સતત આક્રોશ ફેલાયો, અને આ ઘટનાની વીડિયો રેકોર્ડિંગ ઇન્ટરનેટ પર હોવા છતાં, દિલ્હી પોલીસે એક જિલ્લા અદાલતને જણાવ્યું હતું કે આ શખ્સોની ઓળખ કરવા માટે “પ્રયાસો ચાલુ છે.”

અગ્રણી નાગરિકોએ અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી દિલ્હી સરકાર અને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને દિલ્હી પોલીસની પોતાની ભૂમિકાની તપાસ અને રમખાણોમાં ભાજપના નેતાઓની સંડોવણીની તપાસ કરવા માટે પત્ર લખ્યો હતો.

દિલ્હી પોલીસે અગાઉ કહ્યું હતું કે, તે નિષ્પક્ષ તપાસ હાથ ધરી રહી છે.

ભાજપના મિશ્રા ભાજપના દિલ્હી એકમમાં ત્રણ જનરલ સેક્રેટરી પદોમાં આગળના હરીફ છે.

અતિભારે

ફાતિમા, ત્રણ ભાઇ-બહેનોમાં સૌથી મોટી, અને શાંત સ્વભાવની છે, જે એક સંકુચિત યુવતી તરીકે  ઉછરી, જેણે ફક્ત એટલું જ કહ્યું કે તેણીને તેના દિલ પ્રમાણે અભ્યાસ કરવાની મંજૂરી મળે. ફાતિમાએ દિલ્હી યુનિવર્સિટીની કિરોરીમલ કોલેજમાં ઉર્દૂમાં બેચલર્સ અને માસ્ટર્સનો અભ્યાસ કર્યો, અને ગાઝિયાબાદમાં મેનેજમેન્ટ એજ્યુકેશનમાંથી એમ.બી.એ. કર્યું.

દિલ્હી પોલીસને, એમબીએ સ્નાતક એક આતંકવાદી દેખાય છે જે ધાર્મિક હિંસાને વધારવા અને મોદી સરકારને ઉથલાવવાનો પ્રયાસ કરી રહી છે.

ફાતિમાના ૨૬ વર્ષીય ભાઈ પર વકીલ શોધવા અને બચાવ કરવાની જવાબદારી આવી પડી છે.

દિલ્હી પોલીસે તેની ઉપર એક પછી એક કેસમાં આરોપો લગાવવાના ચાલુ રાખ્યા છે અને અદાલતો તેના જામીનને નકારી રહી છે ત્યારે હુસેનને સમજાયું કે તે વધુ કઇંક કરી શકતો નથી, પરંતુ પ્રયાસ કરી શકે છે અને કોર્ટની તારીખો પર નજર રાખે છે.

ેંછઁછ અને હત્યા

દિલ્હી પોલીસે જાફરાબાદ પોલીસ સ્ટેશનની એફઆઈઆર ૪૮/૨૦૨૦ (૨૪ ફેબ્રુઆરી) હેઠળ ૯ એપ્રિલના રોજ ફાતિમાની ધરપકડ કરી હતી, જે હવે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) હેઠળ સરકારી અધિકારીઓએ સામે તોફાન અને હુમલો કરવા સહિતના અનેક ગુનાઓ માટે “રોડ બ્લોક કેસ” તરીકે પ્રખ્યાત છે. આ એફઆઈઆરમાં તેણી જામીન માટે અરજી કરી શકે તે પહેલાં જ, ૧૧ એપ્રિલના રોજ ફાતિમા સામે બીજી એફઆઈઆર નોંધાઈ હતી, ક્રાઈમ બ્રાંચની એફઆઇઆર ૫૯/૨૦૨૦ (૬ માર્ચ), “કાવતરાનો કેસ”, જે આઇપીસી, યુએપીએ, આર્મ્સ એક્ટ અને જાહેર મિલકતને નુકસાન અધિનિયમ હેઠળ કરવામાં આવ્યો.

ગુલફિશા ફાતિમા

હુસેને કહ્યું કે, તે તેની બહેનને પ્રેમ કરે છે પરંતુ તેમની વચ્ચે માત્ર બે વર્ષની વયનો તફાવત હોવા છતાં તેઓ ક્યારેય વિશ્વાસુ નહોતા.

“તે હંમેશાં તેના પોતાનામાં જ રહેતી હતી,” તેણે કહ્યું. “તે હંમેશાં તેની જ દુનિયામાં રહેતી. તેણીને થોડા મિત્રો હતા. તે પારિવારિક સમસ્યાઓમાં પણ પડતી ન હતી. તેણીને ફક્ત તેના પુસ્તકો અને માથા ઉપર છત જોઈતી હતી.’’ પરંતુ તે થોડી વસ્તુઓ જાણે છે કે જે તેણીને પસંદ છે, તે હીરો તરીકે સ્વતંત્રતા સેનાનીઓની નવલકથાઓ, કવિતા, ચિત્રકામ અને પુસ્તકાલયમાં જવું.

તેણીના પ્રિય કવિ મીર તકી મીર છે, જે ૧૮મી સદીના કવિ હતા. જે ઉર્દૂ ભાષાના ઉસ્તાદ માનવામાં આવે છે, અને તેણીએ દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂ યુગલ સ્પર્ધાઓમાં કિરોરીમલ કોલેજનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

હુસેને કહ્યું,  કોલેજમાં તેની પોતાની મેળે આવી.  તેણીએ ઉર્દૂ શાયરી માટે અમુક ટ્રોફી જીતી હતી અને રેડિયો જોકી બનવાનો કોર્સ પણ કર્યો હતો.

“હું હજી પણ તેના વિશે બીજા કોઈથી વધારે જાણું છું કારણ કે જ્યારે પણ તેને કોઈ વસ્તુની જરૂર પડતી ત્યારે તે મારી પાસે આવતી.” “એવું નહોતું કે તે અમારા પિતા સાથે બોલવામાં ડરતી હતી પરંતુ તે શરમાળ હતી. તેથી, હું તેમની પાસે જતો અને કહેતો કે બાજી આ કરવા માંગે છે.’’

જ્યારે તેણીએ તેની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પૂર્ણ કર્યા પછી લગ્ન કરવા માંગતી ન હતી, ત્યારે ફાતિમાએ તેના ભાઈને તેમના માતાપિતા સાથે વાત કરવાનું કહ્યું. જ્યારે તેણીએ માસ્ટર પૂર્ણ કર્યું અને એમબીએ કરવા માંગતી હતી, ત્યારે ફાતિમાએ તેના ભાઈ પર વિશ્વાસ મૂક્યો.

બાજીએ મારા માતાપિતાને પૂછેલી એક વાત એ હતી કે, ‘કૃપા કરીને મને જેટલું હું ઈચ્છું છું તેટલું ભણવા દો,’ અને તેઓ તેમાં સહમત થયા, ”હુસેને કહ્યું.

તેમનો પરિવાર, તેણે કહ્યું હતું કે, રૂઢીચુસ્ત હતો પણ કટ્ટરવાદી નહોતો. જ્યારે ફાતિમાએ બુરખો ન પહેરવાનો નિર્ણય કર્યો ત્યારે કોઈએ તેને કઇં કહ્યું નહીં. તેઓ જ્યાં રહે છે, ત્યાં ૨૮ વર્ષીય સ્ત્રીનું લગ્ન ન કરવું તે અસામાન્ય હતું. લવ મેરેજ પણ અસામાન્ય હતા.

ઝ્રછછ વિરોધ પ્રદર્શન

ઈશાન દિલ્હીના તેમના ઘરે, હુસેન કહે છે કે ભયની લાગણી વ્યાપી ગઈ છે. હુસેન અને તેના પિતા કામ પર જતા હોય છે, ત્યારે તેની માતા એકલતા અને ચિંતામાં ડૂબી જાય છે. તેના કેટલાક દ્દુઃખ દૂર કરવા હુસેન, જેની સગાઈ થઈ ગઈ હતી, તેના લગ્નને આગળ ધપાવવાનું નક્કી કર્યું અને ઓગસ્ટમાં લગ્ન કર્યા.

જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે ફાતિમા તેના માતાપિતા સાથે રહેતી ન હતી, તે ઓગસ્ટ ૨૦૧૯માં ઉત્તર દિલ્હીમાં પેઈંગ ગેસ્ટ (પીજી) આવાસમાં ગઈ હતી, પરંતુ તે અઠવાડિયામાં બે વાર તેમની મુલાકાત લેતી હતી.

હુસેને તેના જ્ઞાન પ્રમાણે કહ્યું કે તેણીએ જોયું કે સીએએ વિરોધપ્રદર્શન તેના વિસ્તારથી વધુ દૂર નથી ત્યારે તેણીએ ત્યાંની મુલાકાત લીધી અને સભાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું .

“શાહીન બાગ તો દૂર હતું. અમારા માતાપિતા તેણીને આટલા દૂર જવાની મંજૂરી ન આપત. તે કેટલીકવાર સીલમપુર વિરોધ પ્રદર્શનોમાં ગઈ હતી.

જ્યારે કેટલાક મીડિયા માધ્યમોએ અહેવાલ આપ્યો છે કે તે મહિલાઓના સંગઠન પીંજરા તોડની સભ્ય હતી, તો તેના વકીલ અને ભાઈએ તેને નકારી કાઢ્યો.

તેમના ઘરે સીએએ વિશે વધુ પડતી ચર્ચાઓ થતી ન હતી અને કોઈને લાગ્યું નહીં કે ફાતિમાને વિરોધ પ્રદર્શનમાં જતા અટકાવવાનું કોઈ કારણ છે.

જો તેઓએ પ્રયત્ન કર્યો હોત તો પણ હુસેને ઉમેર્યું કે, ફાતિમાના શાંત વર્તન પાછળ નિશ્ચયની ભાવના હતી અને તેને રોકવાનો પ્રયાસ અર્થહીન હોત.

“બાજીએ અમને કહ્યું કે તેણી એક વલણ અપનાવવા માંગે છે,” તેમણે કહ્યું. “તેઓ ત્યાં બંધારણ માટે લડતા હતા અને બંધારણ તેમને સાંભળવાનો અધિકાર આપે છે.                           – બેટવા શર્મા

(સૌ. : હફિંગ્ટનપોસ્ટ.ઈન)