ગુજરાતમાં સ્માર્ટસિટી હોય, મેગાસિટી હોય કે મહાનગરપાલિકા હોય રખડતા ઢોરોનો ત્રાસ સ્થાનિક પ્રજા માટે માથાનો દુઃખાવો બની રહ્યો છે. રસ્તા વચ્ચે બેસી જઈ ટ્રાફિકને અડચણ ઊભી કરવી, એકબીજા સાથે મારામારી કરી લોકોને અડફેટે લેવા, રસ્તા વચ્ચે અચાનક દોડી આવી વાહનચાલકોને મુશ્કેલીમાં મૂકવા જેવો ત્રાસ કાયમી બની ગયો છે ત્યારે હવે તો રાત્રે પણ રોડ પર ગાયોનો ત્રાસ વધી ગયો છે. ખાસ કરીને ખાણીપીણી બજાર આસપાસ વધેલો એંઠવાડ આરોગવા ગાયોને છોડી મૂકાતી હોય છે આથી ગાયો આ ખોરાક આરોગવા આખી રાત રખડતી રહે છે જેથી લોકો મુશ્કેલીમાં મૂકાય છે.દૃ